રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પેહલા બેનર ફાડી વિરોધ? તપાસનો ધમધમાટ શરૂ
રાજકોટ: બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન દિવ્યદરબારને લઈ અનેક વિવાદ શરૂ થઈ ચૂકયા છે. ત્યારે રાજકોટમાં વિવાદનો વંટોળ…
ADVERTISEMENT
રાજકોટ: બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન દિવ્યદરબારને લઈ અનેક વિવાદ શરૂ થઈ ચૂકયા છે. ત્યારે રાજકોટમાં વિવાદનો વંટોળ શાંત થવાનું નામ ન લેતું હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટમાં ના દરબાર પેહલા વિરોધ? રામાપીર ચોકડી નજીક આમંત્રણ માટે લગાવેલ બેનરો ફાડવામાં આવ્યા હોવાની વાત આવી સામે આવી છે. ત્યારે બેનર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
અહી યોજાશે દિવ્યદરબાર
બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબાર ને લઈ રાજકોટમાં તૈયારી પૂર્ણ થવાના આરે છે. 700 લોકોને કામગીરી પણ સોંપવામાં આવી છે. જેમાં 1 લાખથી પણ વધુ લોકો આવે તેવી શક્યતા છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ અને સુરત બાદ 1 અને 2 જૂને રાજકોટ આવી રહ્યા છે. તેમાં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો ભવ્ય દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે રેસકોસ ગ્રાઉન્ડ ખાતે 1 લાખથી પણ વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ આયોજક કમિટી દ્વારા કહેવામાં આવી રહી છે.
વિજ્ઞાન જાથાએ કર્યો વિરોધ
વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોની ભાવનાઓ સાથે રમત રમી રહ્યો છે. જેનો અમે સખત વિરોધ કરી રહ્યાં છે.સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો રાજકોટમાં બાગેશ્વર ધામનો દરબાર યોજાશે તો તેની સામે વિજ્ઞાન જાથા ભારે વિરોધ નોંધાવશે. એટલું જ નહીં કલેક્ટરને આવેદન આપી આવો દરબાર ન યોજાય તે માટે માગ કરાશે.ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના સાધુ સંતોનું અપમાન કરી રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના શબ્દો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. છતાં સરકાર કેમ પગલાં લેતી નથી. આવા લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઇએ.
ADVERTISEMENT
ધિરેન્દ્ર શાસ્ત્રીને ઢોંગી કહ્યા
સરકારી ખાતામાં મહત્વની ફરજ બજાવી ચૂકેલા અને પોતાને ભગવાન વિષ્ણુનો અવતાર માનતા રાજકોટના રમેશચંદ્ર ફેફરે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કથિત કલ્કી અવતારે ધીરેન્દ્ર શાસ્ત્રીને ઢોંગી કહ્યા છે અને તે પૈસા બનાવવા માટે કથાકાર તરીકે કામ કરતા હોવાનું તથા ધીરેન્દ્ર શાસ્ત્રી દ્રોણનો અવતાર હોવાનું કહ્યું છે. જે મર્યા બાદ નર્કમાં હતો. આ સાથે વધુમાં કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે જે કરે છે તે તેમની સિદ્ધિ છે. પરંતુ હવે તેની શક્તિ તૂટી રહી છે. તે સિદ્ધિનો ઉપયોગ કરીને બધી વસ્તુઓ જાણી શક્તા હોય છે.
(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT
ADVERTISEMENT