રાજકોટમાં અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે સામુહિક આત્મવિલોપનનો કર્યો પ્રયાસ , તંત્ર થયું દોડતું

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: આજી GIDCમાં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રી લિમિટેડના કામદારોને છેલ્લા 3 મહિનાથી પગાર નહી મળતા શરૂ કરવામાં આવેલ હડતાલ બાદ પણ કંપનીના સત્તાવાળાઓનું પેટનું પાણી નહીં હલતા કામદારો આવેદન પત્ર પાઠવવા રાજકોટ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન કામદારોએ કલેકટર કચેરી ખાતે સામુહિક આત્મવિલોપનનો પ્રયાસ કરતા સરકારી તંત્ર દોડતું થયું છે.

છેલ્લા 3 માસથી હળતાલ પર ઉતરેલા રાજકોટની અમૂલના કર્મચારીઓ આજે રાજકોટ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે અમૂલ ઇન્ડ્રસ્ટ્રીઝના કામદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ પીએફ સહિતની કેટલી માગોને લઈ અમૂલ ઇન્ડ્રસ્ટ્રીઝ વિરોધ બેનરો સાથે સૂત્રોચાર કર્યા હતાં. કામદારોને વેતન સહિતના લાભો ન ચૂકવાતા વિરોધ કરાયો હતો. આ દરમિયાન ત્રણ કર્મચારીઓએ આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે પકડી લીધા હતાં.

આ પણ વાંચો: દેવાયત ખવડ મહા શિવરાત્રી પણ જેલમાં કરશે, જામીન અરજી ફરી નામંજૂર

ADVERTISEMENT

જાણો શું છે મામલો
રાજકોટની આજી GIDCમાં સ્ટવ બનાવતી અમૂલ ઈન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા કંપનીમાં કામ કરતાં 450 જેટલા કર્મચારીઓનો છેલ્લા 3 મહિનાથી પગાર ન ચૂકવવાની સાથે PFના પૈસા પણ ખાતામાં જમા ન કરાવતાં એકાદ મહિના પહેલા જ 450 જેટલા કર્મચારીઓ કંપનીના માલિકના ઘરે જઈ હલ્લાબોલ કર્યો હતો. ત્યાર બાદ કંપનીની સામે ભૂખ હડતાલ કરી હતી. એ સમયે પણ ચારેક જેટલા કમર્ચારીઓની તબીયત લડથતાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવને પગલે લેબર કમિશ્નર સહિતનું તંત્ર દોડતું થઈ ગયું હતુ અને કંપનીના માલિક તેમજ કામદારો વચ્ચે મધ્યસ્થી બનતા કંપનીના માલિકે લેબર કમિશ્નરને પ્રથમ પગાર જાન્યુઆરીમાં અને પછી મુદત મુજબ કરી આપવાનું જણાવ્યું હતું. લેખિત બાંહેધરી મુજબ પણ પગાર કરવામાં ન આવતાં રાજકોટ કલેકટર કચેરીએ આવેદન આપવા પહોંચ્યા હતા.

(વિથ ઈનપુટ: નીલેશ શિશાંગિયા, રાજકોટ)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT