અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ચોમાસા જેવો માહોલ સર્જાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં અચાનક કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. તેવામાં અમદાવાદમાં પણ આજ વહેલી સવારથી જ મેઘાડંબર સર્જાયું હતું. મોડી સાંજે અચાનક અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી પડ્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. એસ.જી હાઇવે પ્રહલાદનગર, વેજલપુર, બોપલ, ઇસ્કોન, સીજી રોડ પર ભારે વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા, પાટણ, અમરેલી, સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાની વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં ફરી કમોસમી વરસાદનો મારો શરૂ થયો છે. સૌરાષ્ટ્ર બાદ ઉથ્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતનાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરના પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અમરેલીમાં તો અનેક નદીઓમાં પુર આવ્યા હતા. જેમાં એક ખટારો તણાયો હતો તેટલો વરસાદ પડ્યો હતો. અમરેલીના અનેક વિસ્તારોમાં તો 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. માનસી ચારરસ્તા, વસ્ત્રાપુર, ભુયંગદેવ અને થલતેજ આસપાસનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી પશ્ચિમ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT