ગુજરાતમાં દિવાળી પહેલા જાહેરાત અને દિવાળીથી પુનમ વચ્ચે ચૂંટણી પુર્ણ થઇ જશે
અમદાવાદ : ગુજરાત અને હિમાચલ વિધાનસભા ટુંક જ સમયમાં જાહેર થઇ શકે છે.15 ઓક્ટોબર સુધીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. નવેમ્બર મહિનામાં મતદાન અને…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાત અને હિમાચલ વિધાનસભા ટુંક જ સમયમાં જાહેર થઇ શકે છે.15 ઓક્ટોબર સુધીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. નવેમ્બર મહિનામાં મતદાન અને પરિણામ બંન્ને જાહેર થઇ જાય તેવી શક્યતા જોવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને હિમાચલ બંન્ને સ્થળો પર ભાજપની સરકાર છે અને કોંગ્રેસ વિપક્ષમાં છે. બંન્ને રાજ્યોમાં આમ આદમી પાર્ટી પોતાની તમામ શક્તિ કામે લગાડી રહી છે અને આક્રમક પ્રદર્શન કરી રહી છે.
બંન્ને જગ્યાએ ભાજપની સરકાર, કોંગ્રેસ વિપક્ષ અને આપ આક્રમક
ગુજરાતમાં ત્રિપાંખીયા જંગ વચ્ચે આમ આદમી પાર્ટી ખુબ જ આક્રમક દેખાઇ રહી છે. જો કે દિવાળીમાં દેવઅગિયારસ બાદ લગ્નની સિઝન શરૂ થઇ જતી હોય છે. તેવામાં લગ્નની સિઝનની અસર ચૂંટણી અને મતદાન પર પણ પડશે તેવી સ્થિતિને જોતા સરકાર અને ચૂંટણી પંચ બંન્ને આ પહેલા જ ચૂંટણી પુર્ણ થઇ જાય તેવું ઇચ્છી રહી છે.
લગ્નની સિઝન અને દિવાળીનો માહોલ જોતા વચ્ચેનો સમયગાળો પસંદ કરશે
જેથી દિવાળીના વાતાવરણમાં પણ લોકો મતદાન ન કરે તેવી શક્યતાને જોતા ચૂંટણીપંચ દિવાળી પછી પરંતુ લગ્નની સિઝન પહેલા મતદાન થઇ જાય તેવું ઇચ્છે છે જેથી દિવાળી પહેલા મતદાનની તારીખ જાહેર કર્યા બાદ બેસતા વર્ષ બાદ મતદાન થઇ જાય તેવો પ્રયાસ કરશે. જેથી 15 ઓક્ટોબરની આસપાસ ચૂંટણી જાહેર કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત ચૂંટણી 25 ઓક્ટોબર ચૂંટણી જાહેર કરી હતી. જેથી આ વખતે દિવાળી પહેલા જ ચૂંટણી જાહેર થઇ શકે છે.આ અંગેની તૈયારીઓ ચૂંટણી પંચે શરૂ પણ કરી દીધી છે.
ADVERTISEMENT
ચૂંટણી પંચ આપી રહ્યું છે આખરી ઓપ
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ પોતાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. આ માટે બંન્ને રાજ્યોનાં વાતાવરણ, શાળાકીય વેકેશન, સ્થાનિક તહેવારો, ખેતીની સિઝન સહિતના તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને દિવાળીથી પુનમ વચ્ચે ચૂંટણીના બંન્ને તબક્કા પુર્ણ થઇ જાય તેવા પ્રયાસો કરી રહી છે. સરકારી મશીનરીઓને પણ આ અંગેી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT