ગુજરાતમાં દિવસ દરમિયાન 33 બેલેટ યુનિટ રિપ્લેસ કરવા પડ્યા, આટલા સ્થળે એરર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : મતદાનના ત્રણ કલાક દરમિયાન 26,269 યુનિટ પૈકી 33 બેલેટ યુનિટ એટલે કે 0.1% બેલેટ યુનિટ રિપ્લેસ કરાયા. 25,430 કંટ્રોલ યુનિટ પૈકી 29 કંટ્રોલ યુનિટ એટલે કે 0.1% કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરાયા હતા. 25,430 વીવીપેટ પૈકી 69 વીવીપેટ એટલે કે 0.3 ટકા વીવીપેટ રિપ્લેસ કરાયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં 19 જિલ્લામાં 89 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. 25,430 મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પુર્ણ થયું હતું.

19 જિલ્લામાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી
19 જિલ્લાઓમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા ચાલી હતી. 26,269 બી.યુ.(બેલેટ યુનિટ), 25,430 સી.યુ. (કંટ્રોલ યુનિટ) અને 25,430 VVPAT કાર્યરત હતા. મતદાનની 90 મિનિટ પહેલા ઇવીએમની ચકાસણી માટે મૉક પોલ યોજાય છે. આ મૉક પોલ દરમિયાન 140 બેલેટ યુનિટ, 372 કંટ્રોલ યુનિટ અને 332 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. સવારે 8:00 વાગે મતદાન શરૂ થયું ત્યારથી 11.00 વાગ્યા સુધીના ત્રણ કલાક દરમિયાન 19 જિલ્લાઓમાં થઈને 33 બેલેટ યુનિટ, 29 કંટ્રોલ યુનિટ અને 69 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.

ત્રણ કલાકમાં 0.1 ટકા બેલેટ યુનિટ રિપ્લેસ કરાયા
ત્રણ કલાક દરમિયાન 0.1% બેલેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. 0.1% કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે અને 0.3 ટકા વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ છે. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાય છે, ત્યાં બિલકુલ નજીવા સમયમાં ઇવીએમના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT