ગોધરામાં આદિવાસી સમાજે કર્યો ચક્કાજામ, ભરવાડ જ્ઞાતીના દબંગ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ગોધરા : જિલ્લામાં આદિવાસી સમાજના લોકો રસ્તા પર ઉતરી ગયા હતા. મુખ્ય રસ્તો જ જામ કરી દીધો હતો. મુખ્ય રોડ જામ થવાના કારણે ટ્રાફીક જામ…
ADVERTISEMENT
ગોધરા : જિલ્લામાં આદિવાસી સમાજના લોકો રસ્તા પર ઉતરી ગયા હતા. મુખ્ય રસ્તો જ જામ કરી દીધો હતો. મુખ્ય રોડ જામ થવાના કારણે ટ્રાફીક જામ થયો હતો. આદીવાસીઓનો આરોપ હતો કે, કલેક્ટર દ્વારા તેમનું આવેદન પત્ર સ્વિકારવામાં આવ્યું નથી. તેમના જ સમાજના એક દંપત્તી પર સ્થાનિક દબંગોએ અત્યાચાર કર્યો તેની વિરુદ્ધ આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા પરંતુ કલેક્ટરે આવેદનનો સ્વિકાર કર્યો નહોતો.
કલેક્ટરે આવેદનપત્ર નહી સ્વિકારકા ધુંવાપુંવા
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, કલેક્ટરે આવેદનપત્ર બહાર આવીને સ્વીકારવાની ના પાડતા આદિવાસી સમાજ વિફર્યો હતો. શહેરાના ભુરખલ ગામે આદિવાસી સમાજના વ્યક્તિ પર હુમલો થતા તે અંગે કાર્યવાહી માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.
ભરવાડ સમાજના કેટલાક ઇસમોની દાદાગીરીનો આક્ષેપ
ભરવાડ સમાજના કેટલાક ઈસમો દ્વારા દાદાગીરી કરી આદીવાસી સમાજના દંપતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આદિવાસી સમાજનો આક્ષેપ છે. પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા પરિવાર સહિત આદિવાસી સમાજના લોકોએ ચક્કાજામ કર્યો હતો. એટલું જ નહીં આદિવાસીઓએ કલેકટરના મેન ગેટ ઉપર બેસી જઈને કલેક્ટર ઓફિસમાં આવતા જતા વાહનો તેમ જ રાજ્યોને રોકી દીધા હતા.
ADVERTISEMENT
આવેદન પત્રનો ઇન્કાર કરતા રોડ પર જ ધરણાશરૂ કર્યા
આદિવાસી સમાજની માંગ હતી કે, કલેક્ટર જાતે જ આવેદનપત્ર આપવા આવે તેવી માંગ કરીને બેઠા હતા. બપોરના એક વાગ્યાથી માંડીને અત્યાર સુધી આ લોકો ઘરણા પર બેઠા હતા. પહેલા રસ્તા રોકી ચક્કાજામ કર્યું હતું. હવે કલેક્ટર ઓફિસની બહાર ગેટ ઉપર રસ્તો બંધ કરીને બેઠા હતા.
ADVERTISEMENT