અમરેલીના વડીયામાં મહિલાએ દારૂ પીધેલી હાલતમાં ગામ માથે લીધું, પોલીસની કામગીરી પર ઉઠયા સવાલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલી: રાજ્યમાં એક તરફ દારૂબંધીની મોટી મોટી વાતો થઈ રહી છે. ત્યારે બીજી તરફ દારૂબંધીના ધજાગરા અનેક વખત ઊડી ચૂક્યા છે. ત્યારે દારૂબંધીની વધુ એક પોલ ખૂલી છે. અમરેલી જિલ્લાના વડીયાની બજારમાં દારૂ પીધેલી મહિલાએ હંગામો કર્યો હતો. ત્યારે આ ઘટનાને લઈ વડીયા પોલીસ મથકમાં ફોન કરવા છતાં પોલીસ ઘટના સ્થળે ફરકી નહિ.

એક તરફ દારૂબંધીની સરકાર અને પોલીસ તંત્ર મોટી મોટી વાતો કરી છે. ત્યારે બીજી તરફ દારૂબંધી ફક્ત કાગળ પર હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાં દારૂબંધીના લીરે લીરે ઊડ્યાં છે. અમરેલીના વાડિયામાં મહિલાએ રાત્રે 12 વાગ્યે દારૂ પીધેલી હાલતમાં ગામ માથે લીધું હતું. મહિલાએ વડીયામાં રાત્રિના 12 વાગ્યે રહેણાંકી વિસ્તારમાં દંગલ કર્યું હતું. નશામાં ધૂત મહિલાના ત્રાસથી રહેણાંકી વિસ્તારના રહીશો ઘરની બહાર નીકળી ગયા હતા.

પોલીસની કામગીરી પર ઉઠયા સવાલો
આ સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે જવાનું ટાળ્યું હતું. ત્યારે પોલીસની આ પ્રકારની કામગીરીને લઈ લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. વડીયા પોલીસ તંત્રની ધુતરાષ્ટ્રની ભૂમિકા સામે સવાલો ઊઠયા છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT