AHMEDABAD રોડ શો દરમિયાન PM મોદીએ લોકોને જોડવા પડ્યા હાથ અને જાદુ થયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીકમાં છે તેવામાં ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. બીજા તબક્કાનું 5 ડિસેમ્બરના દિવસે મતદાન થવાનું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. તો બીજી તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થવાનું છે. તેવામાં ગુજરાત વિધાનસભામાં મધ્ય ગુજરાતમાં આવતા અમદાવાદ શહેરમાં આજે પીએમ મોદીએ પોતાનીકારકિર્દીનો સૌથી લાંબો 50 કિલોમીટરનો રોડ શોનું આયોજન કર્યું હતું.

રોડ શો એટલો ભવ્ય હતો લોકો રસ્તા પર ઉતરી આવ્યા
જો કે આ રોડ શો એટલો ભવ્ય હતો કે, સ્થિતિ સંભાળવી મુશ્કેલ પડી હતી. કુલ 50 કિલોમીટરથી વધારે વિસ્તાર અને 14 વિધાનસભા વિસ્તારોને કવર કરશે. જો કે આ રોડ શોમાં પબ્લિક એટલી ઉમટી પડી હતી કે લોકો પોલીસ કે કમાન્ડોનું પણ નહોતા માનતા. આખરે પીએમ મોદીએ પોતે લોકોને હટી જવા માટે અપીલ કરવી પડી હતી.

પીએમ મોદીએ બે હાથ જોડીને લોકોને અપીલ કરીને અને જાદુ થયો
જો કે પીએમ મોદીએ બે હાથ જોડીને લોકોને ખસી જવા માટે અપીલ કરતાની સાથે જ જાણે કે જાદુ થયો હોય તે પ્રકારે લોકો હટી ગયા હતા. માનવસાગરની વચ્ચે રસ્તો થઇ ગયો હતો અને પીએમ મોદીનો સમગ્ર કાફલો નિકળી ગયો હતો. પીએમ મોદીના કાફલાને જગ્યા મળતાની સાથે જ કાફલો ઝડપથી નિકળી ગયો હતો. થોડા સમય માટે પીએમનો સિક્યુરિટી સ્ટાફ પણ ગભરાયો હતો. જો કે આ ગુજરાત છે જ્યાં શક્તિ કામ નથી આવતી ત્યાં પીએમ મોદીનું ખાલી એક નાનકડી અપીલ ઉંડી અસર કરી જતી હોય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT