Gujarat માં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ, 3 વિષયમાં નાપાસ થશો તો પણ પુરક પરીક્ષા

ADVERTISEMENT

New Education Policy of Gujarat
New Education Policy of Gujarat
social share
google news

ગાંધીનગર : રાજ્યમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પના બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને કેટલાક મહત્વપુર્ણ નિર્ણયો લીધા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ચાલુ વર્ષથી લાગુ થશે

નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે ગુજરાતના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય શૈક્ષણિક વર્ષ 2023-24 થી નિર્ણયોનો અમલ કરવામાં આવશે. ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવશે.

ત્રણ વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ પણ પુરક પરીક્ષા આપી શકશે

ધો-10 માં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની જગ્યાએ ત્રણ વિષયોની પૂરક પરીક્ષા આપી શકાશે. જ્યારે ધો-12 સામાન્ય પ્રવાહમાં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોની પુનઃપરીક્ષા જૂન-જુલાઇ માસમાં યોજાશે

ADVERTISEMENT

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં શિક્ષણમંત્રી, શિક્ષણ રાજ્ય મંત્રી અને વરિષ્ઠ સચિવોની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશંલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.

ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની હાજરીમાં મીટિંગ

શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવઓની યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અને રજુઆતો સંદર્ભે સમીક્ષા હાથ ધરીને જે નિર્ણયો કર્યા છે. ધો-12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જુન/જુલાઇ માસમાં યોજવામાં આવશે. ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા તે ઇચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે. બંન્ને પરીક્ષાામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે (Best of Two) તે ગ્રાહ્ય રાખવામાં આવશે.

ADVERTISEMENT

ધોરણ 10 માટે 3 અને ધોરણ 12 માટે 2 વિષયમાં નાપાસ હશે તો પણ પુરક પરીક્ષા આપી શકાશે

​ધો-10 માં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે. ધો-12 સામાન્ય પ્રવાહમાં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પુરક પરીક્ષા લેવાશે. ​ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ 20 ટકા છે તેને બદલે 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80 ટકાને બદલે 70 ટકા કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.

ADVERTISEMENT

આ શૈક્ષણીક વર્ષથી જ લાગુ પડશે પોલીસી

ધો-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 50 ટકા MCQ (0MR) યથાવત રાખવા તેમજ 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24 થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT