ગુજરાત પર વાવાઝોડાનું તોળાતુ સંકટ, દરિયા કિનારે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાઇ શકે છે પવન
અમદાવાદ : આગામી 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદરથી નલિયા વચ્ચે વાવાઝોડુ…
ADVERTISEMENT
અમદાવાદ : આગામી 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદરથી નલિયા વચ્ચે વાવાઝોડુ ટકરાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાવાને કારણે ગુજરાત પર વાવાઝોડાની લટકતી તલવાર છે. 7 જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆતથી જ દિશા મુંબઇ અને રત્નાગીરી તરફ જાય તેવી શક્યતા છે. 13 જુનની આસપાસ વાવાઝોડુ ગુજરાતનાં દરિયા કિનારાની નજીક ત્રાટકે તેવી શક્યતા છે.
13 જૂનથી આસપાસના વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારાની નજીક હોઇ શકે છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવે તેવી શક્યતા છે. 13થી 1 જૂન સુધી ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાનો ખતરો છે. જો વાવાઝોડુ ફંટાય તો પાકિસ્તાનના કરાચી તરફ ફંટાઇ શકે છે. જો કે વાવાઝોડું આવે કે ન આવે પરંતુ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. જેના માટે આનુષાંગિક તૈયારીઓ અત્યારથી જ કરવા માટેની સુચના સરકાર દ્વારા અધિકારીઓને આપી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાઇક્લોનિક સર્કુલેશનના કારણે હવામાન વિભાગ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. જેના પગલે આજે વહેલી સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ જોવા મળ્યા હતા. ભારે પવન સાથે ફુંકાયેલા વરસાદના કારણે વડોદરા અને અમદાવાદ જેવા અનેક શહેરોમાં પાણી ભરાયા હતા. ગુજરાતના કુલ 104 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવા, હોર્ડિંગ તુટી પડવા જેવી ઘટનાઓ નોંધાઇ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT