IMA ની ગાઇડલાઇન, કોરોનાથી બચવા આટલું કરો, આ લક્ષણ દેખાય તો તત્કાલ…
નવી દિલ્હી : ચીનમાં વધતા કોરોનાને જોતા ભારતમાં પણ આ પરિસ્થિતિ સામે લડવાની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. હાલમાં ભારતીય સ્વાસ્થય મંત્રાલયની બેઠકમાં અનેક મહત્વા…
ADVERTISEMENT
નવી દિલ્હી : ચીનમાં વધતા કોરોનાને જોતા ભારતમાં પણ આ પરિસ્થિતિ સામે લડવાની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. હાલમાં ભારતીય સ્વાસ્થય મંત્રાલયની બેઠકમાં અનેક મહત્વા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોરોનાના વધતા કેસોની વચ્ચે ભારતીય મેડિકલ એસોસિએશન (IMA) ના ડોક્ટર અનિલ ગોયલે કહ્યું કે, ભારતમાં લોકડાઉનની જરૂર પડે તેવી શક્યતાઓ નહીવત્ત છે.
ભારતની મોટા ભાગની વસ્તી પાસે પુરતી ઇમ્યુનિટી
ભારતની 95 ટકા વસ્તીમાં કોરોના વિરુદ્ધ ઇમ્યૂનિટી બની છે, એવામાં દેશમાં લોકડાઉન નહી થાય. તેમણે કહ્યું કે, ચાઇનીઝ લોકોની તુલનામાં ભારતીયોની ઇમ્યૂનિટી ખુબ જ સ્ટ્રોંગ છે. ભારતને જરૂર છે કે, તેઓ ફરીથી કોવિડ સામે લડવાના જુના ફોર્મ્યુલા-ટેસ્ટિંગ, ટ્રીટિંગ અને ટ્રેસિંગ પર પરત ફરી ચુક્યાં છે.
IMA દ્વારા બહાર પાડવામાં આવી એડ્વાઇઝરી
દેશની ટોપ ડોક્ટર્સ બોડી, ભારતીય મેડિકલ એસોસિએશન (IMA) લોકોને કોવિડના જરૂરી દિશાનિર્દેશોનું પાલન કરવા માટેની અપીલ કરી હતી. IMA તરફથી બહાર પડાયેલી એડ્વાઇઝરીમાં કોરોના વાયરસના ખતરાથી બચવા માટે ઘણી વાતો કહેવામાં આવી છે. એડ્વાઇઝરીમાં લોકોને જાહેર સ્થળો પર માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી કરવા, સતત હાથ ધોવા અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
કેન્દ્રીય સ્વાસ્થયમંત્રીએ સંસદમાં આપ્યું નિવેદન
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં કહ્યું કે, સરકાર દેશમાં સતત વધતા કોવિડ કિસ્સાઓ પર નજર રાખી રહ્યા છે અને વાયરસના પ્રસારને અટકાવવા માટેના ઉપાયોને સુચીબદ્ધ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, તમામ રાજ્યોને જીનોમ સીક્વન્સિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય યાત્રીઓનું રેન્ડમ સેમ્પલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.
જાહેર સ્થળો પર કોરોના દરમિયાન રખાતી તકેદારી ફરી રાખવા અપીલ
IMA સલાહ આપી કે, સતત વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખતા જાહેર સ્થળો જેવા કે લગ્ન, રાજનીતિક સભાઓ, સોશિયલ મીટિંગ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરવાથી બચો. આ ઉપરાંત લોકોને તે પણ અપીલ કરવામાં આવી કે, તાવ, ગળામાં ખરાશ, કફ અને લૂઝ મોશન જેવા લક્ષણો જોવા મળે તો તત્કાલ ડોક્ટરનો સંપર્ક કરો. આ ઉપરાંત જરૂરિયાત છે કે, તમે કોવિડ વેક્સીનેશનના ડોઝ લો.
ADVERTISEMENT
ભારતમાં 24 કલાકમાં કોરોનાના 145 નવા કેસ સામે આવ્યા
ચીન સહિત દેશોમાં COVID મામલામાં અચાનક વૃદ્ધીને ધ્યાને રાખીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જનતાને તત્કાલ પ્રભાવથી COVID ગાઇડલાઇનનું પાલન કરવા માટે એલર્ટ અને અપીલ કરી છે. રિપોર્ટ અનુસાર અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાંસ અને બ્રાઝીલ જેવા મુખ્ય દેશોમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 5.37 લાખ નવા કિસ્સા સામે આવ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 145 નવા કિસ્સા નોંધાયા છે, જેમાંથી ચાર કેસ ચીનના નવા વેરિયન્ટ BF.7 ના છે.
ADVERTISEMENT
આ કોરોનાથી જરા પણ ગભરાવાની જરૂર નથી
એડ્વાઇઝરીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિ ચિંતાજનક નથી અને એટલા માટે જરા પણ ગભરાવાની જરૂર નથી. જો કે બિમારીથી બચવા માટે સાવધાની જરૂરી છે. સુત્રોનું કહેવાનું છે કે, બુધવારે થયેલી કોવિડ મીટિંગ બાદ કેન્દ્ર તમામ રાજ્યોને ઝડપથી એક એડ્વાઇઝરી બહાર પાડી શકે છે. રાજ્યોને કહેવામાં આવી શકે છે કે, તેઓ ન્યૂ યર સેલિબ્રેશનમાં લોકોના ટોળા એકત્ર ન થવા દે.
ચીનથી આવનારા લોકોનું ફરજિયાત ટેસ્ટિંગ
આ ઉપરાંત ચીનથી આવનારા લોકો કે જે ઓછામાં ઓછા સાત દિવસો સુધી ત્યાં રહ્યા છે, તેમનું ટેસ્ટિંગ ફરજીયાત થશે. યાત્રીઓના રૈન્ડમ ટેસ્ટિંગની પણ વાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ક્વોરન્ટાઇન અને ટેસ્ટિંગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પરત લાવવા માટેની તૈયારી આગામી સાત દિવસમાં કરવામાં આવશે.
ADVERTISEMENT