અંગ્રેજીમાં ઢ હોવા છતા યુવકોએ પાસ કરી IELTS, મહેસાણાનું કૌભાંડ કઈક આવી રીતે રચાયું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

કામિની આચાર્ય/મહેસાણાઃ ગુજરાત રાજ્યના લોકોને વિદેશ જવાની લાલસા મોંઘી પડી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના ચાર યુવકોને અમેરિકા જવું મોંઘુ પડી ગયું હતું. IELTS પરીક્ષામાં ખોટી રીતે જુગાડ લગાવીને ચાર યુવકો અમેરિકા પહોંચી ગયા હતા. જોકે આ દરમિયાન નદી પાર કરતા સમયે બોટ પલટી ખાતા ઘૂસણ ખોરી કરતા યુવકોને અમેરિકા પોલીસે દબોચી લીધા હતા. આ મામલે મુંબઈ એમ્બેસીએ મહેસાણા એસપીને તપાસ માટે જાણ કરતાં સમગ્ર IELTS કૌભાંડ છતુ થઈ ગયું હતું. આમાં મહેસાણા પોલીસના તપાસ દરમિયાન 45 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ગુજરાતીઓને જુગાડ લગાડવું મોંઘુ પડ્યું
ગુજરાતીઓની વિદેશ જવાની લાલચ એટલી વધી ગઈ છે કે હવે ત્યાં પહોંચવા માટે ગમે તે કરવા માટે લોકો તૈયાર થઈ જાય છે. વિદેશ જવું હવે સપનું નહીં પણ કૌભાંડ અને ક્રાઈમ બની ગયું છે. તેનાથી લોકોએ હવે તમામ હદો વટાવીને ખોટા માર્ગો પસંદ કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં નવસારીના સેન્ટરમાં પરીક્ષા અપાવીને IELTSમાં આઠ બેન્ડ મેળવી મહેસાણાના ચાર યુવાનો અમેરિકા પહોંચી ગયા હતા. આ સમગ્ર કૌભાંડમાં મહેસાણાના માંકણજના ધ્રુવ રસિકભાઈ પટેલ, ધામણવાના નીલ અલ્પેશકુમાર પટેલ, જોટાણાના ઉર્વીસ શૈલેષભાઈ પટેલ અને સાંગણપુરના રાજેન્દ્રકુમાર પટેલ સામે તપાસ હાથ ધરાઈ હતી.

જોકે હાલમાં આ કેસમાં મહેસાણા પોલીસે ઊંડી તપાસ દરમિયાન 45 લોકોના નામ ખુલતા તમામ સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી દીધી છે.

ADVERTISEMENT

આ રીતે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો
આ કેસનો મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી અમેરિકા જવા માટે વિદ્યાર્થીઓને IELTSની પરીક્ષા પાસ કરાવતો હતો. આ દરમિયાન તેઓ નવસારી ખાતેના સેન્ટરમાં IELTSની પરીક્ષા આપવા માટે આ યુવકોને લઈ ગયો હતો. જ્યાં તેણે અંગ્રેજીમાં નબળા વિદ્યાર્થીઓને હોટેલમાં બેસાડી અન્ય સારા હોશિયાર શખસો પાસેથી પરીક્ષા અપાવડાવી હતી. જેના પરિણામે તેમને 8 બેન્ડ આવી ગયા અને આ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા હતા. આ દરમિયાન અમિત ચૌધરી વિદ્યાર્થીઓ પાસેથી મોટી માત્રામાં રૂપિયા પડાવીને લોકોને કેનેડા અને ત્યાંથી અમેરિકામાં ઘુસણખોરી કરાવવાનું કૌભાંડ ચલાવતા હતા. આ દરમિયાન કેસમાં 45 લોકો વિરુદ્ધ કલમ 406,420,465,468,471,120 બી મુજબ તપાસ અધિકારીએ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી દીધી છે.

    follow whatsapp

    ADVERTISEMENT