એક કા ડબલની લાલચમાં આવ્યા તો સમજો ફસાયા, બંટી-બબલીએ નડિયાદના વેપારી પાસેથી પડાવ્યા લાખો રુપિયા

ADVERTISEMENT

gujarattak
social share
google news
હેતાલી શાહ, નડિયાદઃ બંટી બબલીએ શહેરના સોના ચાંદીના વેપારી પાસે રોકાણ કરવાના બહાને રૂપિયા 50 લાખ પડાવી લીધા, નાણાંનુ રોકાણ કરવાથી સારુ રીર્ટન મળશે તેમ કહી વેપારી સાથે છેતરપિંડી આચરી છે. નાણાંનુ રોકાણ કરવાથી સારુ રીર્ટન મળશે તેમ કહી ગઠીયાઓએ છેતરપિંડી આચરતા વેપારીએ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમા બંટી-બબલી સામે ફરિયાદ નોંધાવી છે.
ખેડા જિલ્લામાં દિવસેને દિવસે છેતરપિંડી, વિશ્વાસઘાતના બનાવોમા વધારો થયો છે. આજે વધુ એક છેતરપીંડીનો બનાવ નડિયાદથી સામે આવ્યો છે. જેમા  નડિયાદના વેપારી સાથે તેના સમાજના વ્યક્તિએ વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી છે. નડિયાદના બંટી બબલીએ શહેરના સોના ચાંદીના વેપારી પાસે રોકાણ કરવાના બહાને રૂપિયા 50 લાખ પડાવી લીધા છે. નાણાંનુ રોકાણ કરવાથી સારુ રીર્ટન મળશે તેમ કહી ગઠીયાઓએ છેતરપિંડી આચરતા વેપારીએ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમા બંટી-બબલી સામે ફરિયાદ નોંધાવી છે.
સારું કામવવાની આપી લાલચ
નડિયાદના ભાવસારવાડ ચોક્સી બજારમા રહેતા 24 વર્ષીય મહર્ષિ નરહરીપ્રસાદ સોનીની  ભાવસારવાડમાં સોની શંકરલાલ વિઠ્ઠલદાસ મણકાવાળા જ્વેલર્સ નામની દુકાન છે. તેઓ સોના ચાંદીનો વેપારનો ધંધો કરે છે. નડિયાદ યોગીનગર સોસાયટીમા રહેતા અને તેમના સમાજના નીતિનભાઈ છોટાલાલ નાઢા અને તેમની પત્ની સ્મિતાબેન નાઢા તેમના પરિચયમાં આવ્યા હતા. અને અવારનવાર નીતિનભાઈ અને સ્મિતાબેન જણાવતા હતા કે તેઓ દુબઈમા ગોલ્ડનનો મોટો વેપાર કરે છે. જો તમારે ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા હોય તો હું તમને સારું એવું કમાવીને આપીશ.
આ રીતે નાખ્યા દાણાં
ગત પહેલી ઓગસ્ટ 2021ના દિવસે નીતિનભાઈ અને  તેમની પત્ની નીતાબેન બંને બંટી બબલી છેતરવાના ઇરાદે  મહર્ષિભાઈના ઘરે પહોંચ્યા હતા. જ્યાં મહર્ષિભાઈના પિતા નરહરીપ્રસાદ નટવરલાલ સોનીને જણાવ્યું હતું કે, અમે દુબઈમાં મોટો વેપાર કરીએ છીએ. દુબઈના મોટા ગોલ્ડનના મોટા વ્યાપારીઓ અને ત્યાંના રાજાની સાથે ઉઠક બેઠક ધરાવીએ છીએ. વધુમાં આ બંને લોકોએ પોતાના ફોટા ત્યાંના રાજા સાથેના નરહરીપ્રસાદને બતાવ્યા અને ઝાંસામાં લાવી દીધા. આ બંટી,બબલીએ જણાવ્યું હતું કે, જો તમે રોકાણ કરશો તો અમે તમને ખૂબ સારું રિટર્ન મેળવી આપીશું, અને તેની સંપૂર્ણ જવાબદારી અમે ખુદ લઈએ છીએ તમે અમને હાથ ઉંછીના પૈસા કરી આપો. હું તમને આ નાણાં ગોલ્ડનના ધંધામાં રોકી સારું રિટર્ન મેળવી આપીશ.
કાયદેસર લૂંટ ?
બંટી બબલીની મોટી મોટી વાતોથી નરહરીપ્રસાદ સોની અંજાઈ ગયા હતા અને 15 લાખ રૂપિયા આરટીજીએસ મારફતે નીતિનભાઈના એકાઉન્ટમાં નાખ્યા હતા. આ બાબતનું લખાણ પણ નોટરી સમક્ષ નીતિનભાઈએ કરી આપ્યું હતું અને નીતિનભાઈ કહ્યું કે હું દર અઠવાડિયે ઇન્વેસ્ટમેન્ટ થકી તમને રૂપિયા ત્રણ લાખ તમારા ખાતામાં જમા કરાવતો રહીશ. જો કદાચ ઇન્કમટેક્સ નો પ્રશ્ન થાય તે માટે આપણે હાથ ઉછીના આ નાણાં બતાવીશું તેમ જણાવ્યું હતું.
દુબઈ એક્સ્પોની આપી લાલચ 
26મી સપ્ટેમ્બર 2021ના રોજ આ બંટી બબલી બંને નરહરીપ્રસાદના ઘરે આવ્યા હતા. અને જણાવ્યું હતું કે, દુબઈ એક્સ્પો 2021 ચાલુ થઈ રહ્યો છે અને મારા 7 ,8 વેપારીઓ ત્યાં બિઝનેસ કરવાના છે. તમે આપેલા નાણાં તેમાં ઇન્વેસ્ટ કરેલ છે. તમે મને બીજા નાણા આપો તો છ મહિનાની અંદર તમારી મૂડીના ચાર ગણા રૂપિયા તમને હું કમાવીને આપીશ. એટલું જ નહી આ બંને લોકોએ એમ કહી વિશ્વાસ કેળવ્યો હતો કે, તમે દુબઈ આવો તો તમને મારી ઓફિસ તથા દુકાન અને વેપારીઓ સાથે મુલાકાત કરાવીશ. આમ જણાવતાં નરહરીપ્રસાદે બીજા દિવસે નીતિનભાઈના ખાતામા આરટીજીએસ મારફતે વધુ રૂપિયા 10 લાખ જમા કરાવ્યા હતા. સ્મિતાબેનના ખાતામાં પણ આરટીજીએસ મારફતે રૂપિયા 10 લાખ જમા કરાવ્યા હતા. આ ઉપરાંત 15 લાખ જેટલા રોકડ રૂપિયા પણ આ બંને લોકોએ લીધા હતા. જે બાબતનું લખાણ બીજા દિવસે કરીશું તેમ કહ્યું હતું. પરંતુ બીજા દિવસે પણ આ બાબતે નરહરીપ્રસાદે જણાવતા તેઓ ટાળતા હતા.આમ જુદાજુદા દિવસો દરમિયાન કુલ 50 લાખ મેળવી દીધા હતા.
દુબઈ પણ લઈ ગયા વેપારીને
એવામા નીતિનભાઈએ જણાવ્યું કે તમે પણ દુબઈ આવો હું તમને ત્યાંના ગોલ્ડન વેપાર બતાવું તેમ કહેતા નરહરીપ્રસાદના દિકરા મહર્ષિએ દુબઈ જવાનું નક્કી કર્યું હતું. ગત 3 ઓક્ટોબર 2021ના રોજ તેઓ દુબઈ ગયા હતા. ત્યાં નીતિનભાઈ તેઓને હોટલમાં રાખ્યા અને ત્યાંના ગોલ્ડન માર્કેટ લઈ જઈ બે ત્રણ ગુજરાતી વ્યાપારીઓ સાથે મુલાકાત કરાવી હતી. અને આ બાદ તમારા નાણા અલગ અલગ વેપારીઓ પાસે રૂપિયા 50 લાખ ઇન્વેસ્ટ કરી દીધા છે તેમ જણાવ્યું હતું. પરંતુ આ બાબતે વધુ પૂછતા આ નીતિનભાઈ બીજી કોઈ હકીકત જણાવી નહોતી. અને જણાવ્યું કે તમે નફા સાથે મતલબ રાખો તેમ કહ્યું હતું.
મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
જોકે આ અંગે કોઈ રસીદ કે પહોંચ આપી નહોતી 15 એક દિવસ બાદ મહર્ષિભાઈ ઇન્ડિયા પરત આવી ગયા હતા. ત્યારબાદ એક માસ થવા છતાં પણ એકાઉન્ટમાં આંગડિયા મારફતે તેઓના ખાતામાં કોઈ પૈસા આવ્યા નહોતા. મહર્ષિ અને તેઓના પિતા નરહરીપ્રસાદે  નીતિનભાઈને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ સંતોષકારક જવાબ આપતા નહોતા. તો ઘરે જઈ તપાસ કરતા તેમની પત્ની સ્મિતાબેને જણાવ્યું કે, તમે મારા ઘરે ન આવો, નહીં તો ખોટા કેસમાં ફસાવી દઈશ. કોઈ સંપર્ક ન થતા છેવટે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું વેપારીને લાગતા સમગ્ર મામલે આજે નડિયાદ ટાઉન પોલીસમાં મહર્ષિ નરહરી પ્રસાદ સોનીએ ઠગાઈ કરનાર નીતિનભાઈ છોટાલાલ નાઢા અને તેમની પત્ની સ્મિતાબેન નીતિનભાઈ નાઢા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 420, 120B મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT