જો તમે પણ ટેક્સીનો ઉપયોગ કરો છે તો ચેતજો, અમદાવાદમાં ટેક્સી ડ્રાઇવરે મહિલાને અધવચ્ચે રસ્તામાં જ ઉતારી અને બીભત્સ ગાળો ભાંડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુનેગારો જાણે પોલીસને પડકાર ફેક્તા હોય ટે રીતે કામ કરી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં અજીબ ઘટના સામે આવી છે. ટેક્સી ડ્રાઇવર ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો અને ગુટખા ખાતો હોવાથી મહિલાએ ટકોર કરી હતી. જે બાબતની જાણ મહિલાએ તેના પતિને કરતાં  ડ્રાઇવરએ મહિલાને અધવચ્ચે રસ્તામાં જ ઉતારી દીધા અને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જો કે આસપાસમાં લોકો એકઠા થઇ જતાં ડ્રાઇવરએ ધમકી આપી હતી કે, જો પોલીસ કેસ કર્યો છે તો હું તને જાનથી માર નાંખીશ.

મહિલાએ પતિને જાણ કરતાં ગાળો ભાંડી
એક તરફ હવે અમદાવાદમાં ટેક્સીનો સતત ઉપયોગ થઈ રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં મહિલાને ટેક્સી ચાલાકનો કડવો અનુભવ થયો છે. ત્યારે આ મામલે ગાંધીનગર રહેતી મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, સાંજના પાંચેક વાગ્યાની આસપાસ તેના પતિ કામમાં હોવાથી તેણે તેની દીકરી સાથે ઘરે જવા માટે ટેક્ષી બુક કરવા હતી. ટેક્ષી કારમાં બેસીને ધરે જઇ રહ્યા હતાં. તે દરમિયાન ડ્રાઇવર ગુટખા ખાતો હતો અને ચાલુ ડ્રાઇવીંગ દરમિયાન મોબાઇલ ફોનમાં વાત કરતો હતો. જેથી મહીલાએ ગુટખા ખાવાનું બંધ કરો, મારી દીકરીને સફોકેશન થાય છે. જેથી તમે એસી ચાલુ કરો તેમ કહેતા જ ડ્રાઇવર જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો. આ સાથે તેણે ઝઘડો પણ કરતો હતો. તે દરમિયાન મહિલાના પતિનો ફોન આવતા તેણે કહ્યું હતું કે, કારમાં તેને સેફ્ટી લાગતી નથી. ડ્રાઇવર ચાલુ કારમાં ફોનમાં વાત કરે છે અને ગુટખા ખાય છે. ત્યારે આ સમગ્ર વાતને લઈ કાર ચાલક અકલાઈ ગયો હતો. તેને કાર મુઠીયા બસ સ્ટેન્ડથી થોડા આગળ ચિલોડા ગામ તરફ જતા રોડની સાઇડમાં કાર ઉભી રાખી દીધી હતી.

આ પણ વાંચો: વાપીમાં પડોશીએ જ કર્યું 4 વર્ષની બાળકીનું અપહરણ, 100થી વધુ પોલીસકર્મીઓનું મેગા સર્ચ ઓપરેશનથી બાળકીને કાળકોમાં જ છોડાવી

ADVERTISEMENT

મારી નાખવાની આપી ધમકી
મહિલાને ટેક્સી ચાલકે કહ્યું કે, તમારી ટેક્ષી કાર કેન્સલ કરી નાંખું છુ. કારમાંથી નીચે ઉતરો. એટલું જ નહીં, મહિલાને ગંદી ગાળો બોલવા લાગતા આસપાસમાં લોકો એકઠા થઇ ગયા હતાં. છતાં પણ ડ્રાઇવરએ મહિલા સાથે ઝઘડો ચાલુ જ રાખ્યો હતો અને ધમકી આપી હતી કે જો પોલીસ કેસ કર્યો છે તો હું તને જાનથી મારી નાંખીશ.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT