AHMEDABAD માં ભરશિયાળે ભુવો પડ્યો, રિક્ષા ચાલકને ઇજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : શહેરમા ભર શિયાળે શહેરમાં ભૂવા જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. અમદાવાદમાં ચોમાસે ભુવા પડવા સામાન્ય ઘટના છે. જો કે હવે શિયાળામાં પણ ભુવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. આ ભુવામાં એક રિક્ષા ખાબકી હતી.

ભૂવો પડતા રિક્ષા ભુવામાં ફસાઈ ગઇ હતી. ઘટના અસાવરા ભલિયા લીમડી પાસે બની હતી. જ્યાં એક રીક્ષા ભુવામાં ફસાતા રીક્ષા ચાલકને સામાન્ય ઈજા થઇ હતી. ચોમાસાની સીઝનમાં અમદાવાદમાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાતા હતા. શાહીબાગ વિસ્તારમાં ભયાનક દ્રશ્યો સામે આવ્ છે. જેમાં એક આખી કાર ભૂવામાં સમાઈ ગઈ હતી. જોકે શિયાળામાં આવી ઘટના સર્જાતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT