હિટ એન્ડ રન: એક જ ગામના ત્રણ મિત્રોને ડમ્પરે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત
અમદાવાદ : પાટણ-શિહોરી હાઇવે પર પુર ઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર હંકારી અવાર નવાર અકસ્માત સર્જાતો હોય છે. જેમાં કેટલાક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાની…
ADVERTISEMENT
અમદાવાદ : પાટણ-શિહોરી હાઇવે પર પુર ઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર હંકારી અવાર નવાર અકસ્માત સર્જાતો હોય છે. જેમાં કેટલાક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાની શક્યતા છે. અજાણ્યા ડમ્પર ચાલક દ્વારા બાઇકને અડફેટે લેતા ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ડમ્પર ચાલક ટક્કર માર્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. સરસ્વતી તાલુકાના આધાર ગામના ત્રણ મિત્રો અદુજી સોલંકી, જગતસંગ સોલંકી, અર્જુનસિંહ સોલંકીના મોત નિપજતા ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી. ત્રણેય મિત્રો રાત્રે પાટણથી ઘરે પરત ફરી રહ્યા હતા.
દરમિયાન અજાણ્યા ડમ્પર ચાલક દ્વારા પુરઝડપે આ ગાડીને ટક્કર મારી હતી. ત્રણેય મિત્રો મોડી રાત્રે પાટણથી પરત જઇ રહ્યા હતા. દરમિયાન અજાણ્યા ડમ્પર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર હંકારીને ભુતિયાવાસણા ગામ નજીક બાઇકને પાછળથી ટક્કર મારતા ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. ત્રણમાંથી બે મિત્રોને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ 108 ને તત્કાલ કરવામાં આવી હતી. ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે સારવાર મળે તે પહેલા જ તેમના મોત નિપજ્યાં હતા.
એક જ ગામમાં ત્રણ યુવકોનાં મોત નિપજતા ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ તો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો મૃતક યુવકના મોટા ભાઇ મહેન્દ્રસિંહ રેવાજી સોલંકી દ્વારા અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ આદરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT