JUNAGADH માં હિટ એન્ડ રનની ઘટનામાં આવ્યો ચોંકાવનારો વળાંક, પોલીસ પણ હતપ્રભ
ભાર્ગવી જોશી/જૂનાગઢ : શહેરમાં હવે ગુન્હેગારો એટલા બેખોફ થઇ ગયા છે કે, ન માત્ર પોલીસને પડકારે છે પરંતુ ગુમરાહ પણ કરે છે. આ ઉપરાંત લોકો…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી/જૂનાગઢ : શહેરમાં હવે ગુન્હેગારો એટલા બેખોફ થઇ ગયા છે કે, ન માત્ર પોલીસને પડકારે છે પરંતુ ગુમરાહ પણ કરે છે. આ ઉપરાંત લોકો હવે ખુબ જ નજીવી બાબતમાં હત્યાઓ કરતા પણ ખચકાતા નથી. જૂનાગઢમાં હિટ એન્ડ રન કેસ બન્નીયો હતો જેમાં એક મહિલાને ઉડાવીને ગાડી ફરાર થઇ ગઇ હતી. પોલીસ દ્વારા પણ હિટ એન્ડ રનના એંગલથી તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસને ગુમરાહ કરી હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું હતું.
જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટનાની પોલીસ કરી રહી હતી તપાસ
જૂનાગઢના સુખનાથ ચોકથી ઝલોરોપા રોડ પર અલ્ફ્રેજ ગલી પાસે એક મહિલાને એક ગાડીએ અડફેટે લીધી હતી. જો કે હિટ એન્ડ રનનો લાગતો આ કેસ હત્યાનો નિકળ્યો છે. ફૂલ સ્પીડે આવી રહેલી એક ઇકો ગાડીએ રસ્તે ચાલતી મહિલાને સેકન્ડના છઠ્ઠા ભાગમાં ઉડાવી દીધી હતી. સૌ કોઈ આ ઘટનાને હિટ એન્ડ રન કેસ લાગતો હતો. જો કે સીસીટીવીમાં ભાંડાફોડ થયો હતો. હસીનાબેન નામની આધેડ મહિલાને ગાડીએ ઉડાવતા તેમનું મોત નિપજ્યું હતું.
પોલીસ દ્વારા નેત્રમ કમાન્ડ દ્વારા તપાસ થતા થયો ઘટસ્ફોટ
પોલીસની ખાસ નેત્રમ કમાડ એન્ડ કન્ટ્રોલ શાખા દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવતા સફેદ રંગની જીજે 11 સીડી 8670 (મારૂતિ સુઝુકી ઇકો) ગાડીથી મહિલાનો પીછો થઇ રહ્યો હતો. ત્યાર બાદ ઘટના સ્થળે મહિલાને ઠોકર મારી દઇને ગાડી ચાલક ફરાર થઇ ગયો હતો. મહિલાને માથા અને શરીર પર ગંભીર ઈજાઓ થઇ હતી. પોલીસ ટીમે તપાસ કરતા આદિલ પઠાણ નામના શખ્સનું નામ ખૂલ્યું હતું. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી ઉના ગામમાં માસીના ઘરે રોકાયેલ આદિલ પઠાણને ઝડપી લીધો હતો.
ADVERTISEMENT
આદિલના આડા સંબંધોની મહિલાને જાણ થતા આદિલે રચ્યો કારસો
આકરી પુછપરછમાં આદિલે કબૂલ્યું કે, તેને એક મહિલા સાથે આડા સંબંધો હતા. જેની મૃતક મહિલાને ખબર પડી ગઇ હતી અને તે નડતરરૂપ પણ બનતી હતી. જેથી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મોકો જોઈ હત્યા કર્યા બાદ તેને હિટ એન્ડ રનની ઘટના જેવો રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના લગ્નની વાત ચાલતી હોવાથી એક મહિલા તેમાં આડખીલીરૂપ થઇ રહી હતી. જેથી આખરે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. હિટ એન્ડ રન કેસની જેમ જ્યારે મહિલા રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે ફૂલ સ્પીડ ગાડી ચલાવી મહિલાને ઠોકર મારી કચડી નાખી હતી. આ ખુલાસા બાદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ADVERTISEMENT