હીરા બા ઝડપથી થઇ રહ્યા છે રિકવર, 6 નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ કરી રહી છે સારવાર
અમદાવાદ : હીરા બાની તબિયત કથળતા તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને કફ થવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. હાલ…
ADVERTISEMENT
અમદાવાદ : હીરા બાની તબિયત કથળતા તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને કફ થવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. હાલ પીએમ પણ દિલ્હીથી અમદાવાદ આવવા માટે રવાના થઇ ચુક્યાં છે. આ ઉપરાંત મુખ્યમંત્રીથી માંડીને આરોગ્ય મંત્રી, ધારાસભ્યો, ગુજરાતના મુખ્યસચિવ સહિતનો સ્ટાફ યુ.એન મહેતા હોસ્પિટલમાં હાજર છે.
PM મોદીને ડોક્ટર્સે હીરાબાના સ્વાસ્થય અંગે આપી માહિતી
જો કે પીએમ મોદી પોતે પણ ડોક્ટર્સ સાથે મુલાકાત કરી હતી અને હીરાબાના સ્વાસ્થય અંગે માહિતી મેળવી હતી. જેમાં ડોક્ટર્સ દ્વારા તેમની તબિયત સારી હોવાની અને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી ગઇ હોવાના કારણે તેઓ ઝડપથી રિકવર થઇ રહ્યા હોવાની માહિતી મળી રહી છે. તેઓના સ્વાસ્થયમાં ખુબ જ ઝડપથી સુધારો થઇ રહ્યો છે. તેઓ રિકવર પણ ખુબ જ ઝડપથી થઇ રહ્યા છે.
કફ થવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓને કફ થઇ જવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેના કારણે બીપીની પણ સમસ્યા થઇ હતી. જો કે હવે તેઓને વેળાસર સારવાર મળતા તેઓની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. પીએમ મોદી પણ હીરાબાની તબિયત અંગે માહિતી મળતા પોતાના તમામ આયોજનો રદ્દ કરીને સીધા જ અમદાવાદ દોડી આવ્યા હતા. જો કે માતા સ્વસ્થય હોવાનું જાણી તેમને હાશકારો થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT