સગીર વયની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરનાર લંપટ શિક્ષકની હાઈકોર્ટે જામીન અરજી ફગાવી, કરી આ ટકોર
અમદાવાદઃ બાળકોને ભારતનું ભવિષ્ય ગણવામાં આવે છે. બીજી તરફ એક શિક્ષકને દેશનું ભવિષ્ય ઘડનાર ગણવામાં આવે છે. ત્યારે શિક્ષક જેટલું માતા પિતા પાસરથી નાથી શિખતો…
ADVERTISEMENT
અમદાવાદઃ બાળકોને ભારતનું ભવિષ્ય ગણવામાં આવે છે. બીજી તરફ એક શિક્ષકને દેશનું ભવિષ્ય ઘડનાર ગણવામાં આવે છે. ત્યારે શિક્ષક જેટલું માતા પિતા પાસરથી નાથી શિખતો તેટલું શિક્ષક પાસેથી શીખતો હોય છે. પરંતું કેટલાક લંપટ શિક્ષક સમગ્ર શિક્ષણ જગતનું નામ બદનામ કરતાં હોય છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં ટ્યૂશન ક્લાસિસ ચલાવતા આલોકકુમારે સગીર વયની બે વિદ્યાર્થિનીઓને શારીરિક અડપલા કર્યા હતા.જેને લઈને પીડિતાના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી અને જ્યારે તેણે જામીન અરજી કરી હતી ત્યારે હાઇકોર્ટે તેમની જમીન અરજી ફગાવી દીધી હતી.
જમીન અરજી ફગાવતા હાઈકોર્ટના જજ નિર્ઝર દેસાઈએ કહ્યું હતું કે, આવી માનસિકવૃતિ ધરાવતા શિક્ષકો આપણા સમાજ માટે ખતરારૂપ છે. ખાસ કરીને શિક્ષણ સાથે જોડાયેલા લોકો જ્યારે આવું કૃત્ય કરે ત્યારે તેમને જરાય પણ સાંખી લેવાય નહીં. બાળકીઓ સાથે અડપલા અથવા દુષ્કૃત્યોની ફરિયાદ કરવા માટે વાલીઓએ હિંમત દાખવવી જરૂરી છે. જો એકવાર આ વાતને અવગણવામાં આવે તો આરોપી ફરીથી અન્ય કોઈને શિકાર બનાવી શકે છે. સ્કૂલ અને કોલેજની જેમ ટ્યૂશન ક્લાસિસ પણ એક પ્રકારની શૈક્ષણિક સંસ્થા જ છે અને ત્યાં જ જો બાળકીઓ સાથે જાતીય શોષણ કરવામાં આવે તો તે માફીને પાત્ર નથી. શિક્ષકને જો જામીન મળે તો તે સમાજ માટે ખોટું ઉદાહરણ સાબિત થશે.
જાણો શું હતો મામલો
આરોપી આલોકકુમાર સરખેજ વિસ્તારના ઓર્ચિડ હાઈટ્સમાં આવેલા પોતાના ઘરમાં ટ્યૂશન ક્લાસિસ ચલાવતો હતો. આરોપી આલોક કુમારની સગીર વયની વિધ્યાર્થીની પર નજર બગડી હતી. તેણે 16 વર્ષ અને 14 વર્ષ તેમ બે વિદ્યાર્થિઓને એક્સ્ટ્રા ક્લાસના બહાને પોતાના ઘરે બોલાવી હતી.અને તેમની સાથે શારીરિક અડપલા કર્યા હત. 16 વર્ષની છોકરીએ ઘરે જઈને માતા-પિતાને આ વિશે જાણ કરી હતી. જ્યારે તેમણે સાથે ભણવા જતી 14 વર્ષની છોકરીને આ વિશે પૂછ્યું તો તેણે પણ શિક્ષકે તેની સાથે અડપલા કર્યા હોવાનું કહ્યું હતું. જે બાદ આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી અને તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આરોપીએ જમીન અરજી કરી હતી. ત્યારે કોર્ટે તેમની અરજી ફગાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT