બિપોરજોયની ઉ. ગુજરાતમાં ભારે અસર, બનાસકાંઠા-સાબરકાંઠામાં ધોધમાર વરસાદ, અનેક વૃક્ષો-વીજપોલ ધરાશાયી
ધનેશ પરમાર, શક્તિસિંહ રાજપૂત/બનાસકાંઠા: ગુરુવારે મોડી રાત્રે કચ્છમાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાએ ઘણો વિનાસ વેર્યો. આ બાદ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતના…
ADVERTISEMENT
ધનેશ પરમાર, શક્તિસિંહ રાજપૂત/બનાસકાંઠા: ગુરુવારે મોડી રાત્રે કચ્છમાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાએ ઘણો વિનાસ વેર્યો. આ બાદ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ શુક્રવારથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ અને ભારે પવનથી વ્યાપક નુકસાન થયું છે.
બનાસકાંઠામાં આખી રાત વરસાદ
બનાસકાંઠાના રાતભર વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે છેલ્લા 24 કલાકમાં વડગામ, ધાનેરામાં સવાર ચાર ઈંચ, દિયોદરમાં 4 ઈંચ, ભાભરમાં પોણા ચાર ઈંચ તો ડીસા, સુઈગામમાં 3-3 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે પાલનપુરમાં સવા બે ઈંચ, થરાદમાં 2 ઈંચ, અમીરગઠ, દાંતામાં પણ બે-બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે પવનના કારણે જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા માર્ગો બંધ થઈ ગયા છે, તો વીજપોલ ધરાશાયી થતા લાઈટ પણ ડૂલ થઈ ગઈ છે. પશુઓના સેડ તૂટી પડતા પશુપાલકોને પણ વ્યાપક નુકસાન થયું છે.
ADVERTISEMENT
સરસ્વતીનો કુંડ ઓવરફ્લો
બનાસકાંઢામાં આવેલા કોટેશ્વર મહાદેવ ખાતે સરસ્વતી નદીનો કુંડ ઓવરફ્લો થઈ ગયો છે. અંબાજીથી 7 કિલોમીટર દૂર સરસ્વતીનું ઉદગમ સ્થાન કોટેશ્વર ધામ આવેલું છે. બિપોરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર સતત બીજા દિવસે પણ યથાવત છે. ભારે વરસાદના કારણે સરસ્વતી નદીનું કુંડ ઓવરફ્લો થતા પાણી વહેતું થયું હતું.
ADVERTISEMENT
સાબરકાંઠામાં પણ વરસાદ
બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વડાલી, ઈડર તેમજ પોશીનામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડબ્રહ્મા, વિજયનગર, હિંમતનગર તથા પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT