અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ધોધમાર વરસાદ પડી શકે, ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હવામાન વિભાગે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં અત્યારે 8 જિલ્લાઓ ઓરેન્જ અને 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ આજે મંગળવારે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકવાનો શરૂ થઈ ગયો છે. જ્યારે ગીર સોમનાથ, કચ્છ અને અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જોકે 17 ઓગસ્ટે વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

શહેરમાં ઠેર-ઠેર વરસાદ ખાબક્યો
ગોતા, રામોલ, દૂધેશ્વર, વટવા, જમાલપુર, સાયન્સ સિટી, લાલદરવાજા, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં સોમવારે બપોર પછીથી દોઢથી અડધા ઈંચ સુધી વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે વાસણા બેરેજના 3 ફુટ સુધી 7 દરવાજા ખોલી દેવાયા છે. આ દરમિયાન બેરેજની સપાટી 134.75 ફુટ છે.

ADVERTISEMENT

નવસારીમાં 4.37 ઈંચ વરસાદ
નવસારી જિલ્લામાં 15મી ઓગસ્ટે રાતથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. તેવામાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધીમાં નવસારી 4.37 ઈંચ, જલાલપોમાં 3.07 ઈંચ, ગણદેવીમાં 2 ઈંચ, ચીખલીમાં 2.05 ઈંચ, ખેરગામમાં 2.5 ઈંચ, વાંસદા 2.7 ઈંટ વરસાદ ખાબક્યો છે.

માછીમારોને પણ એલર્ટ કરાયા
ગુજરાતમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની ટકોર કરી દેવામાં આવી છે. બીજી બાજુ શહેરી વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતા આ સિઝનનો સારો વરસાદ નોંધાયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT