મેઘ કહેરના પગલે પાકને નુકસાન થતા ખેડૂતો રોષે ભરાયા, સરકાર પાસે મદદ માગી
ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાત રાજ્યમાં આ વરસાદની સિઝનથી મોટાભાગના જિલ્લાઓમાં મેઘતાંડવ સર્જાયું છે. નોંધનીય છે કે જૂનાગઢ અને ગિરસોમનાથ જિલ્લામાં અત્યારસુધી સિઝનનો 125% સુધીનો વરસાદ ખાબકી…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાત રાજ્યમાં આ વરસાદની સિઝનથી મોટાભાગના જિલ્લાઓમાં મેઘતાંડવ સર્જાયું છે. નોંધનીય છે કે જૂનાગઢ અને ગિરસોમનાથ જિલ્લામાં અત્યારસુધી સિઝનનો 125% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના પરિણામે અત્યારે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન વેઠવાની જરૂર પડી છે. તેવામાં હવે કેશોદ, માધવપુર, માંગરોળના વિસ્તારોમાં આવેલા ખેતરોમાં ચાર વાર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. તેવામાં છેલ્લા એક મહિનાથી મગફળીનો પાક પાણીમાં ડૂબી જતો હોવાને કારણે નષ્ટ થઈ ગયો છે.
ખેડૂતોએ સરકારની મદદ માગી
સમરડા, ઓસા, બાલાગામ, મટિયાણા સહિત 30થી વધુ ગામના ખેડૂતોએ સરકાર પાસેથી મદદ માગી છે. તેવામાં સમરાડા ગામનાં ખેડૂત દયાભાઈએ કહ્યું કે દરેક વર્ષે આ પ્રમાણે જ વરસાદ ખાબકે છે પરંતુ આ સિઝનનો વરસાદ કઈક અલગ જ છે. પાણી જે રીતે ખેતરોમાં ઘુસી જતું હતું એને જોતા પાકને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. એટલું જ નહીં 2 સપ્તાહ સુધી પાણી ભરાઈ ગયા હોવાથી મોટભાગના પાક બળી ગયા છે.
ADVERTISEMENT
ઓજત અને ભાદર જેવા બાંધોમાંથી પાણી છોડાયા
ઓજત અને ભાદર બાંધોમાંથી હજાર ક્યૂસેક પાણી છોડાતા મોટાભાગના પાકને નુકસાન પહોંચ્યું છે. આ અંગે ખેડૂતો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે આવા પ્રકારની પાણીની આવક થતા મોટાભાગના ખેતરોને નુકસાન વેઠવું પડ્યું છે. અમને અત્યારસુધી જેટલી પણ મદદ મળી છે તે એટલી જ છે કે એનાથી અમે બીજ ખરીદી શકીએ. એના સિવાયનો વધારાનો ખર્ચ કરવો અમારા માટે મુશ્કેલ થઈ જાય છે.
ADVERTISEMENT
ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે…
એક એકરનો આમ જોવા જઈએ તો કુલ ખર્ચ 50 હજાર રૂપિયાથી પણ વધારે છે પરંતુ બીજ સહાય 20 હજાર રૂપિયા સુધી જ મળે છે. તેથી ખેડૂતોએ જણાવ્યું કે વધારે રકમ સહાય કરો એ જરૂરી છે.
જોકે સરકાર તરફથી કોઈપણ પ્રકારના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી નથી. જેથી જુનાગઢના ખેડૂતો સરકારથી નારાજ છે. તેવામાં ખેડૂતોએ કહ્યું કે એક બાજુ સરકારી આંકડા જ દર્શાવે છે કે 125 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે હવે ખેડૂતોને જે હાલાકીનો સામનો કરવો પડે છે એની કોઈને ચિંતા જ નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT