તોડકાંડ મામલે યુવરાજસિંહના સાળા સહિત ત્રણ આરોપીની જામીન અરજી પર આજે સુનાવણી, કોર્ટના નિર્ણય પર તમામની નજર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર: સમગ્ર રાજ્યમાં ચકચારી મચાવનાર ડમી કાંડ મામલે આજે મહત્વનો દિવસ માનવામાં આવે છે. ભાવનગરના એક કરોડ રૂપિયાના તોડકાંડ કેસમાં આજે ત્રણ આરોપીઓની જામીન અરજી પર ભાવનગરની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. યુવરાજસિંહનાં સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલ, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે.

રાજ્યભરમાં ચકચાર જગાવનાર ડમી કાંડમાં ૫૨(બાવન) આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ડમી કાંડ, તોડકાંડમાં કાનભા સહિત ત્રણ આરોપીએ જામીન અરજી મુકતા આજે સુનાવણી થશે. ડમીકાંડમાં બે આરોપીએ આગોતરા અને ત્રણ આરોપીએ રેગ્યુલર જામીન અરજી મુકી છે. હાલ જેલમાં રહેલા મહેશ ચૌહાણ, દેવાંગ અને રમેશ બારૈયાએ રેગ્યુલર જામીન અરજી મુકી છે. આ ઉપરાંત તોડકાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીએ પણ જામીન અરજી મુકી જેમાં બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહીલનો સમાવેશ થાય છે. તેની વધુ સુનાવણી પણ આજે હાથ ધરાશે

હજુ 12 આરોપી ફરાર
ડમી ઉમેદવાર કાંડના મુખ્ય 4 આરોપીઓની જે દિવસે ફરિયાદ નોંધાઇ હતી, તે દિવસે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં શરદ પનોત, પ્રદીપ બારૈયા, પ્રકાશ ઉર્ફે PK દવે અને બળદેવ રાઠોડ એમ કુલ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ડમીકાંડમાં હજી પણ 12 આરોપીઓ  ફરાર છે. જેમના  મહેશ લાધવા અને દિલીપ મેરે આગોતરા જામીનની અરજી કરી છે. તોડકાંડનાં તપાસ અધિકારીએ સોગંદનામુ રજૂ કર્યું અરજદારની અરજી નામંજૂર કરવી જોઇએ તેવી રજૂઆત કરી છે. કરવામાં આવેલ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, જામીન અપાશે તો વિદ્યાર્થી વર્ગ પર તેની અવળી અસર પડશે અને ન્યાયીક પ્રણાલી પરથી વિશ્વાસ ઉઠી જશે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ:નીતિન ગોહિલ, ભાવનગર)

    follow whatsapp

    ADVERTISEMENT