યુવકને 50 હજાર રૂપિયા માટે માતા-બહેન વેચવા કહ્યું અને પછી થાંભલા પર ચડીને…
ધનેશ પરમાર/અમદાવાદ : દેહવિક્રય વ્યવસાયથી બદનામ વાડિયામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે વીજળીના થાંભલા પર ચઢીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતના થરાદ તાલુકાના વાડિયા ગામે રહેતાં એક…
ADVERTISEMENT
ધનેશ પરમાર/અમદાવાદ : દેહવિક્રય વ્યવસાયથી બદનામ વાડિયામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે વીજળીના થાંભલા પર ચઢીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતના થરાદ તાલુકાના વાડિયા ગામે રહેતાં એક યુવકે વિજળીના થાંભલા પર ચઢી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને પ્રથમ થરાદ અને તે બાદ પાલનપુરમાં ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો છે. યુવકે આત્મહત્યા પાછળના કારણમાં તેની જ કોમના માથાભારે ઈસમોની વ્યાજની પઠાણી ઉઘરાણી અને ધમકીઓને કારણભૂત ગણાવ્યું છે.
ધમકીઓથી કંટાળેલા યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો
આ યુવકે કેટલાક લોકો પર આરોપ મુક્યો છે કે, તેણે માત્ર પાંચ હજાર વ્યાજે લીધા હતા. જેમાં પાંચ હજારના આરોપીઓએ બ્લેકમેલિગ કરવા ઇરાદે 10 લાખ વ્યાજ સાથે રકમ માંગતા અને ધમકીઓ આપતા, જીવનથી કંટાળી તેણે આત્મહત્યા કરવા વિજળીના થાંભલા પર ચઢી ગયો હતો અને વિજવાયરો પકડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ યુવક હાલ પાલનપુર સિવિલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જ્યારે પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે.
શું છે વાડિયા ગામનો કલંકિત ઇતિહાસ…
ગુજરાતના વિકાસના રોલ મોડલ શહેરો વચ્ચે બનાસકાંઠાના થરાદ તાલુકાનું વાડિયા ગામ દાયકાઓથી દેહવિક્ર્ય વ્યવસાયથી બદનામ બન્યું હતું. કેમકે પરિવારના સભ્યો જ દીકરીઓને દેહવિક્રયનાં ધંધા ધકેલે છે. અહીં આ આખું ગામ દેહવિક્ર્ય ધંધાને જ પેટિયું રળવાનું સાધન બનાવતા આ ગામ વૈશ્વિક ફલક પર બદનામ થયું છે.
ADVERTISEMENT
આરોપીઓની બ્લેકમેલીંગ પદ્ધતિ
આ ઘટનામાં ભોગ બનનાર યુવક રસુલભાઈ માવજીભાઈ સરાણિયા ઉંમર વર્ષ 18 છે. જ્યારે પઠાણી ઉઘરાણી કરનાર આરોપી ભુપતભાઇ ભુરાભાઇ સરાણિયા છે. સૂત્રોનું માનીએ તો આ ભુરાભાઇ આજે પણ દેહવિક્ર્ય ધધામાં જોડાયેલ વાડિયા ગામનો મોટો લીડર છે. જે ગામની સ્ત્રીઓ અને તેમના પરિવારજનોને યેનકેન પ્રકારે પજવણી કરી હતી. દેહવિક્રય ધંધા સક્રિય છે. જે પ્રથમ જરૂરિયાતવાળા લોકોને વ્યાજે પૈસા આપે છે, પછી તે મૂડી પર તોંતિગ અને અનેક ઘણું વ્યાજ ચઢાવી મોટી રકમ માંગે છે. જોકે ગરીબ પરિવારો રકમના ચુકવતા, પ્રથમ પઠાણી ઉઘરાણી કરે છે. જે બાદ બ્લેકમેલિગ કરી, પરિવારજનોને મજબુર કરી, દેહવિક્ર્ય ધધો કરાવી વસુલાત કરે છે.
મરણ પથારીએ પડેલ પીડિતનો ચોંકાવનારો ખુલાસો
પીડિત રસુલભાઈ માવજીભાઈ સરાણિયાએ દર્દ સાથે જણાવ્યું કે, મેં થોડા સમય અગાઉ આરોપી પાસેથી પાંચ હજાર ઉછીના લીધા હતા. જેમાં વ્યાજ સાથે આરોપીઓ હજુ મારી પાસે દશ લાખ માગતાં હતા. મને ટોર્ચર કરતા હતા, ધમકીઓ આપતા હતા કે ” જો હું તેમને દશ લાખ નહીં ચૂકવું તો તેઓ મારી બહેન અને માંને દેહવિક્રય ધંધામાં ધકેલી 10 લાખ વસૂલશે. જેથી મારી માનસિક સ્થિતિ બગડી અને મેં જીવન ટૂંકાવવા વીજળી થાભલાં પર ચઢી, જીવતા વીજ વાયર પકડી જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
થરાદ હેડકોન્સ્ટેબલ અને ટીમેં હાથ ધરી તપાસ
જો કે આ મામલો શુક્રવારે બન્યો હતો. જેની થરાદ પોલીસ હવે ફરિયાદ લઇ રહી છે, કેમકે પીડિતોને વીજ કરંટ લાગતા પીડિત પરિવાર તેમના પુત્રને સારવાર કરાવવા થરાદ અને પાલનપુરમાં દોડધામ કરતો હતો. આ મામલે વાડિયા પોલીસ દ્વારા પીડિતના નિવેદનના આધારે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. પીડિતના ભાઈ પ્રવીણભાઈ માવજીભાઈએ ફરિયાદ આપી છે. પીડિત વીજ કરંટ લાગતા જમણા હાથથી ડાબા પગ સુધી ભંયકર રીતે દાજ્યા છે. જે પ્રથમ પાલનપુર સિવિલ બાદ હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ ધરપકડ થઇ નથી ત્યારે પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠી રહ્યા છે. એક વ્યક્તિ જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહ્યો છે અને તે જેના પર આરોપ લગાવે તે વ્યક્તિની ધરપકડ જ નથી થયો.
ADVERTISEMENT
ADVERTISEMENT