હસમુખ પટેલે તલાટી મંત્રીની પરીક્ષા અને યુવરાજ સિંહને લઈ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતભરમાં તલાટીની પરીક્ષાને લઈ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે. 7 મે, 2023ના રોજ તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તલાટીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જેઓ તલાટીની પરીક્ષા આપવા માંગે છે, તેઓએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત છે. કેન્ફર્મેશન ન આપનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં.સંમતિ પત્ર ભરવાના હવે માત્ર 2 દિવસ બાકી છે. પરીક્ષા આપવા માગતા ઉમેદવારો અચૂક સંમતિપત્ર ભરી દે. ત્યારે બીજી તરફ યુવરાજસિંહને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું છે.

હસમુખ પટેલે કહ્યું હતું કે,  આગામી 7 મેના રોજ તલાટીની પરીક્ષા લેવાશે. પરંતુ તે પહેલા 20મી એપ્રિલે કન્ફર્મેશનની પ્રક્રિયા પૂર્ણ થશે. સંમતિ પત્ર ભરવાના હવે માત્ર 2 દિવસ બાકી છે. પરીક્ષા આપવા માગતા ઉમેદવારો અચૂક સંમતિપત્ર ભરી દે. તેના વગર પરીક્ષા આપવા નહિ દેવાય. સુધી 6 લાખ ઉમેદવારોના સંમતિ પત્ર આવ્યા છે. વહેલી તકે ઉમેદવારો સંમતિ પત્ર ભરી દે. કોલ લેટર ડાઉનલોડ સમયે સંમતિ પત્રનો નંબર જરૂરી છે.પરીક્ષા આપવા માગે છે તે પરીક્ષાર્થી સંમતિ પત્રથી જણાવે. હું ઉમેદવારોને અપીલ કરું છું કે, જે ઉમેદવારોને પરીક્ષા આપવાની છે તે સંમતિપત્રક ભરી દે.

પરીક્ષાના 8થી 10 દિવસ પહેલાં કોલ લેટર મળવાનું શરૂ થશે. પ્રશ્નપત્ર એવું તૈયાર કરાયું છે જેથી સમયસર પૂરું થઈ જાય. ઉમેદવારોને પરીક્ષા અન્ય જિલ્લામાં આપવાની રહેશે. જે ઉમેદવારો સંમતિપત્રક ભરશે, તે ઉમેદવારો જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તલાટીના પેપર અંગે હસમુખ પટેલે કહ્યું કે, પરીક્ષા શરૂ થવાના સમયે પ્રશ્નપત્ર આપવામાં આવશે.

ADVERTISEMENT

યુવરાજ સિંહને લઈ આપ્યું આ નિવેદન
હસમુખ પટેલે કહ્યું કે યુવરાજસિંહ મારી પાસે આવ્યા અને કેટલાક નામો આપવાના શરૂ કર્યા. હું અડધો કલાક માટે હું તેમની સાથે બેઠો હતો. હું નામ લખતો જતો હતો. ત્યારે તેમણે એવું કહ્યું તમારો વધુ સામે જશે. હું ઘરે જઇને તમને તમામ નામ મોકલીશ. તેમણે મને કોલ લેટર આપ્યા હતા. તેમાંથી અમે તેના પર વોચ રાખવી હતી. અનેક લોકો ગેરહાજર રહ્યા હતા. જે નામો લખાવ્યા અને 4 થી 5 લોકો સક્રિય છે તેમ મેસેજ પણ કર્યો હતો. મી ATS ને આપ્યા. યુવરાજ સિંહે 70 નામ નાથી આપ્યા ફક્ત 7 થી 8 નામ આપ્યા છે. કોલ લેટર ડબલ થતાં હતા એટલે 6 કોલ લેટર થતાં હતા. અને એક કોલ લેટર પાછળથી વોટ્સએપ પર મોકલ્યો હતો. હા ઉમેદવારના નંબર પણ આપ્યા હતા. રૂબરૂ આપી માહિતી આપી એ ડાયરીમાં લખ્યા છે. ત્યારે મી તેમણે 4 થી 5 કોલ પણ કર્યા હતા. તેણે જે માહિતી આપી તે ATS ને આપી હતી. ડમી ઉમેદવારનો સારો કેસ ભાવનગર માં થયો છે. જ્યારે ઘટના પકડાય તો તંત્રએ પગલાં લીધા છે. પોલીસ વિભાગ પાસે માહિતી લોકો પાસે થી આવે છે. લોકોએ માહિતી આપવી જોઇએ આવા લોકો ને છૂટું મેદાન મળે છે. તમે માહિતી આપો અમે પગલાં લઈશું.

    follow whatsapp

    ADVERTISEMENT