નવરાત્રિ સ્પેશ્યલ: રાજાની ભક્તિથી પ્રશન્ન થઈ ઉજ્જૈનથી સાક્ષાત રાજપીપળા પધાર્યા હતા હરસિદ્ધિ માતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે 443 વર્ષ પહેલામાં હરસિધ્ધિ માતા અહીંના રાજવી રાજા વેરીસાલ સાથે ઉજ્જૈનથી સાક્ષાત પધાર્યા હતા. ત્યારે નવરાત્રીમાં અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. હરસિદ્ધિ માતાના આ મંદિરનો ઈતિહાસ પણ અનેરો છે.

443 વર્ષ પહેલા રાજા વેરીસાલ સાથે ઉજ્જૈનથી માતાજી પધાર્યા હતા
આસોસુદ એકમ એટલે મા શક્તિની આરાધનાનો દિવસ, સોમવારથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલા 443 વર્ષ પહેલા મા હરસિધ્ધિ માતા અહીંના રાજવી રાજા વેરીસાલ સાથે ઉજ્જૈનથી સાક્ષાત પધાર્યા હતા અને એ દિવસ હતી સંવત 1657ની આસો સુદમાં. નવરાત્રીમાં મા હરસિધ્ધિના મંદિરે નવ દિવસ મેળો ભરાય છે. રાજપીપળામાં મા હરસિધ્ધિ માતાના દરબારમાં લાખો ભાવિકો શીશ ઝુકાવવા આવે છે અને મા સહુની મનોકામના પુરી કરે છે.

ADVERTISEMENT

વાઘ પર બિરાજમાન થઈને આવ્યા હતા માતાજી
એટલું જ નહીં વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને ઇતિહાસમાં વર્ણવ્યા મુજબ મા હરસિદ્ધિ માતા સાક્ષાત વાઘ પર બિરાજમાન થઇને રાજપીપળા આવ્યા હતા. તેથી આ મંદિરે આજે પણ મા હરસિધ્ધિને આજના દિવસે સિંહ પર બેસાડવામાં આવે છે અને રજવાડી સમયના સોનાના શણગાર પણ માને પહેરાવવામાં આવે છે.

ADVERTISEMENT

આજે પણ ભક્તોની મનોકામના પૂરી કરે છે માતાજી
હરસિદ્ધિ માતાના મંદિરમાં સવારની આરતીમાં ભક્તોની ભીડ જામે છે. રાજા એ માની આરતી કરી ધન્યતા અનુભવી હતી. ત્યારથી અહીં આવતા ભક્તો માના મંદિરે જે કોઈ ભક્ત પોતાની ઈચ્છા મુજબ મનોકામના રાખે છે જે મા પૂર્ણ કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT