ડ્રગ્સ મામલે હર્ષ સંઘવીનો રાહુલ ગાંધીને જવાબ કહ્યું, ગુનો કરતા રોકવું એ પ્રામાણિક્તા કહેવાય

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ચૂંટણી લક્ષી રાજકીય ગતિવિધિઓને વેગ આપવા દેશભર માંથી રાજકીય નેતાઓના ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. રાજ્યમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. સરકારને ભિસમાં લેવાનો વિપક્ષ એક પણ મોકો નથી મુકતું. ગુજરાત પ્રવાસે આવેલ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. ડ્રગ્સની વાત આવે ત્યારે હર્ષ સંઘવી તમામ મુદ્દે જવાબ આપી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીને પણ હર્ષ સંઘવીએ વળતો જવાબ આપ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ઇતિહાસમાં કોઈએ ના લડી હોય તેવી લડાઈ ગુજરાત પોલીસ લડી છે. છેલ્લા 11 મહિનામાં ગુજરાતમાં 5000 કરોડનું ડ્રગ્સ પકડયુ છે. ગુનો કરતા રોકવું એ પ્રામાણિક્તા કહેવાય

રાજ્યમાં ડ્રગ્સનો મુદ્દો હવે ચૂંટણી મુદ્દો બનવા લાગ્યો છે. આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ, સરકારને આ મામલે ઘેરવાનો પ્રયાસ આરી રહી છે. ડ્રગ્સ મામલે રાહુલ ગાંધીના નિવેદનને લઈને હર્ષ સંઘવીએ કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે, દેશના ઈતિહાસમાં કોઈએ ન લડી હોય તેવી લડાઈ ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે લડી છે. ડ્રગ્સ સામેની કામગીરી અંગે રાજનીતિ અયોગ્ય છે. ગુનો કરતા રોકવુ એ પ્રામાણિક્તા કહેવાય.ડ્રગ્સની કાર્યવાહી દરમિયાન 11 મહિનામાં જેટલા ગુનેગારો પકડાયા તેમને જામીન આપવામાં આવ્યા નથી. છેલ્લા 11 મહિનામાં 5000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યુ છે.

આમ આદમી પાર્ટી પર ફરી પ્રહાર કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે,  દેશમાં સૌથી વધુ ડ્રગ્સ પંજાબમાં પકડાય છે. હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીને વળતો સવાલ કર્યો કે તમારી સરકાર બની ત્યારથી શું કર્યુ તે જણાવો. તમારુ કામ ગણાવો, ગુજરાત સરકાર તેનુ કામ ગણાવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT