હર્ષ સંઘવીએ મફતમાં નહીં સ્વખર્ચે તિરંગો લેવા અપિલ કરી! દેશભક્તિ વિશે આપ્યું મોટું નિવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડાપ્રધાન નરેદ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કર્યું છે. ત્યારપછી સુરત, ઘાટલોડિયામાં ખાસ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આમાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.

હર્ષ સંઘવીએ સ્વ ખર્ચે તિરંગો લેવા અપિલ કરી
ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગાંધીનગરના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ દરેક લોકોને અપિલ કરી છે કે કોઈપણ મફતમાં જો રાષ્ટ્રધ્વજ આપે તો લેતા નહીં. પોતાને ધ્વજ શક્ય હોય તો પોતાના ખર્ચે જ લેવા અપિલ કરી છે. આ અભિયાન સમયે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે આ પહેલ દેશ પ્રત્યેનો આપણો પ્રેમ બતાવવાની છે તો આમાં ભાગ લેવાનું ચૂકતા નહીં. 75 વર્ષ પછી આઝાદી જેવો માહોલ સામે આવ્યો છે તેવામાં દરેકે પોતાના ઘરમાં તિરંગો ફરકાવવો જોઈએ, આવું ન કરનારને દેશ માફ નહીં કરે.

ADVERTISEMENT

સુરતમાં તિરંગા બનાવવા 5 કરોડ મીટર કાપડ વપરાયું
વડાપ્રધાન મોદીએ તિરંગા સાથેના જોડાણને વધુ મજબૂક કરવા મુદ્દે 15 ઓગસ્ટે હર ઘર તિરંગા અભિયાન ઉજવવાનું નક્કી કર્યું છે. તેવામાં દક્ષિણ ગુજરાતની કાપડની મીલોમાં 10 કરોડ તિરંગા બનાવવામાં આવ્યા છે. આના માટે અંદાજે 5 કરોડ મીટર જેટલું કાપડ વપરાયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આની સાથે જ આ કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ રોજગારી ગુજરાતની મહિલાઓની મળી છે. તો બીજી બાજુ સુરતની મોટાભાગની મીલો અત્યારે સાડીઓ બનાવવાનું છોડી માત્ર તિરંગાઓ જ બનાવી રહી છે.

કર્મચારીઓ બુટ-ચંપલ બહાર કાઢી ધ્વજ બનાવતા
સુરતમાં જ્યારે રાષ્ટ્રધ્વજ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે તમામ કર્મચારીઓએ બૂટ અને ચંપલ કાઢ્યા પછી જ મીલોમાં પ્રેવશ કર્યો હતો. પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ નહીં થઈ શકે એ અંતર્ગત હવે સુરતમાં તૈયાર થઈ રહેલાં ધ્વજો પોલિએસ્ટરમાંથી બની રહ્યા છે. અગાઉ માત્ર કોટન અને ખાદીમાંથી જ તિરંગા બનતા હતા પરંતુ હવે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT