SURAT માં હર્ષ સંઘવી અને કોંગ્રેસના બલવંત જૈન સામસામે, બંન્ને ભેટી પડ્યાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. જેના કારણે લગભગ તમામ વિધાનસભા કે જે પ્રથમ તબક્કામાં આવતી હોય તેના ઉમેદવારો દ્વારા આજે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. મુહર્ત પણ ખુબ જ ઓછા હોવાના કારણે કેટલાક કિસ્સામાં એવું બન્યું કે, ઉમેદવારો સામસામે ટકરાયા હતા. જેમાં સુત્રોચ્ચાર અને ઉગ્ર બોલાચાલીના અનેક કિસ્સા સામે આવ્યા હતા. જો કે સુરતના મજુરામાં એક અલગ જ ચિત્ર સામે આવ્યું હતું.

સુરતના મજુરા વિધાનસભાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવી ગયા હતા. ભાજપ ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન ફોર્મ ભરતા સમયે સામસામે થઇ ગયા હતા. જો કે હર્ષ સંઘવીએ પહેલ કરતા બળવંતભાઇને ગળે લગાવ્યા હતા. બંન્નેએ ખબર અંતર પુછ્યા બાદ ચાલતી પકડી હતી.

જો કે રાજકારણમાં કોઇ કાયમી દોસ્ત કે દુશ્મન હોતું નથી. આવુ જ વાતાવરણ સુરતમાં પણ જોવા મળ્યું હતું. આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામસામે આવી ગયા હતા. જો કે સુત્રોચ્ચાર કરીને વાતાવરણ ઉગ્ર થાય તે પહેલા જ હર્ષ સંઘવીએ સમર્થકોને શાંત કર્યા હતા અને બળવંત ભાઇને મળ્યા અને બંન્ને હશીખુશીથી છુટા પડ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT