‘ગૃહમાતાએ ગંદીવાતો કરી’- હારીજ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ પરેશાન, શિક્ષણ વિભાગના તપાસના આદેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાટણઃ હારીજની કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલનો એક વીડિયો સામે આવ્યો છે. હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ કોઈ બીજાથી નહીં પણ ખુદ ગૃહમાતાથી જ પરેશાન હોવાનો આરોપ વિદ્યાર્થિનીઓ લગાવી રહી છે. જેને લઈને આ ઘટના અંગે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ કરાયા છે.

રડતા અવાજે વિદ્યાર્થિનીઓ બોલી કે…

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલમાં રહીને અભાયસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા હોસ્ટેલના ગૃહમાતા તરીકે ફરજ બજાવતા સુહાસીની પટેલ પર અભદ્ર વાતો તેમની સાથે કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે ગૃહમાતા તેમને માનસિક ટોર્ચર કરે છે અને અહ્ય ત્રાસ આપે છે. વિદ્યાર્થિનીઓ રડતા અવાજે ગૃહમાતાની અહીંથી બદલી કરી નાખવાની માગ કરે છે.

પાવાગઢની રોપ વેમાં અધવચ્ચે અટવાયા લોકો, ટેકનિકલ ફોલ્ટથી લોકોના જીવ તાળવે ચોંટ્યા

શિક્ષણ વિભાગ આવ્યું એક્શન મોડમાં

ગૃહમાતાની વિકૃત માનસિકતા અંગેની જાણકારી ઠેરઠેર ફેલાવા લાગી જે અંગે સુહાસીની પટેલ સામે પાટણ જિલ્લા શિક્ષણ વિભાગે તપાસના આદેશ છોડી દીધા છે. આજે એક તપાસ ટુકડી હોસ્ટેલ ખાતે વિદ્યાર્થિનીઓના નિવેદન લેવા પહોંચી હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. જોકે આ બાબતમાં સુહાસીની પટેલનું કહેવું છે કે, હું અહીં આવી ત્યારે તો છોકરીઓને કોઈ પ્રશ્ન ન્હોતો. હું પાટણ ખર્ચ ફાઈલ જમા કરાવવા ગઈ ત્યાર પછી શું સ્થિતિ ઊભી થઈ તેની હાલ મને કોઈ જાણકારી નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT