GUJARAT માં અનામત માંગીને હીરો બનેલો હાર્દિક હવે અનામતનો જ વિરોધ કરી રહ્યો છે
અમદાવાદ : હાર્દિક પટેલ હાલ ભાજપનો પ્રચાર કરવા માટે કર્ણાટકમાં છે. રાજ્યમાં રહેલા હિન્દી અને ગુજરાતી બેલ્ટના લોકોની સાથે સંપર્ક સાધીને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવાથી…
ADVERTISEMENT
અમદાવાદ : હાર્દિક પટેલ હાલ ભાજપનો પ્રચાર કરવા માટે કર્ણાટકમાં છે. રાજ્યમાં રહેલા હિન્દી અને ગુજરાતી બેલ્ટના લોકોની સાથે સંપર્ક સાધીને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવાથી માંડીને ભાજપ તરફી મતદાન કરાવવા સુધીની જવાબદારી હાર્દિક પટેલ સહિત હિન્દી બેલ્ટના અનેક નેતાઓને ભાજપ દ્વારા કર્ણાટકમાં ઉતારી દેવામાં આવ્યા છે. મોટા ભાગના નેતાઓને હિન્દી અને ગુજરાતી બહુમતી ધરાવતા નાગરિકો ધરાવતી વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી છે. હાર્દિક પટેલને BTM લેઆઉટની જવાબદારી સોંપવામાં આવી છે. વિનોદ તાવડેને બતારાયનપુરની જવાબદારી સોંપાઇ છે. મનીષ જયસ્વાલને યશવંતપુરની જવાબદારી સોંપવામાં આવી છે. આરઆરનગરની જવાબદારી મહેશ કસવાલાને સોંપવામાં આવી છે. દશારાહલ્લીની જવાબદારી ત્રિકમ છાગાને, મહાલક્ષ્મી લેઆઉટની જવાબદારી હિમાંશુ વાલા, મલ્લેશ્વરમની જવાબદારી પ્રવિણ ઘોઘારીને સોંપવામાં આવી છે.
તમામ નેતાઓને કર્ણાટકમાં એરડ્રોપ કરાયા
અત્રે ઉલ્લેખીય છે કે, આ તમામ નેતાઓની જવાબદારી મુખ્યત્વે હિન્દીભાષી નાગરિકો અને સ્થાનિકો સાથે ડેટુડે સંપર્ક જાળવવાની છે. આ ઉપરાંત પેજ પ્રમુખ અને વોર્ડ પ્રમુખ જેવા કાર્યકર્તાઓ સાથે સંકલન સાધીને નાગરિકોની તકલીફો જાણવાની અને જો શક્ય હોય તો તેનો તત્કાલ ઉકેલ લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં બહારથી આવીને વસેલા લોકો સાથે સીધો સંપર્ક સાધવામાં કર્ણાટકના સ્થાનિક ધારાસભ્યો જ્યાં કાચા પડતા હોય ત્યાં ભાષાકીય દ્રષ્ટીએ આ નેતાઓને મજબુત કરવાની જવાબદારી આ નેતાઓને સોંપવામાં આવી છે.
ભાજપ હાલ કર્ણાટકને દક્ષિણના એન્ટ્રી ગેટ તરીકે જોઇ રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ હાલ પૂર્વ અને હિન્દીભાષી બેલ્ટમાં મજબુત પકડ ધરાવે છે.જો કે દક્ષિણમાં હજી પણ ભાજપ પોતાનો મજબુત રીતે પગ જમાવી શકી નથી. જેથી ભાજપ હાલ દક્ષિણમાં પોતાની તમામ તાકાત અજમાવીને સંપુર્ણ ફોકસ દક્ષિણ પર કરી રહી છે. તેવામાં યુવા નેતાઓને પણ ભાજપ દ્વારા વિધાનસભા વિસ્તારોમાં એરડ્રોપ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા વચન આપવામાં આવ્યું છે કે, તેમની સરકાર આવશે તો તેઓ 75 ટકા સુધી અનામત આપશે. જ્યારે ભાજપ આ વચનને ગેરબંધારણીય ગણાવી રહ્યું છે. ભાજપના તમામ નેતાઓ હાલ અનામતનો વિરોધ કરી રહ્યા છે. જેમાં હાર્દિક પણ બુથલેલવના સ્તર સુધી કોંગ્રેસના અનામતનું વચન ખોટું અને ગેરબંધારણીય હોવાનું જણાવી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT