હરણી બોટ દુર્ઘટનાઃ '300 રૂપિયા કમિશન ખાવામાં ભૂલકાઓના જીવ ગયા' ભાજપ કોર્પોરેટરે જ પોલ ખોલી
Vadodara News: વડોદરાના હરણી તળાવમાં 18 જાન્યુઆરીએ બનેલી દુર્ઘટના હજુ પણ ભૂલાઈ નથી. આ દુર્ઘટનામાં 12 નાના ભુલકાઓ અને 2 શિક્ષિકાઓના મૃત્યુ નિપજ્યાં હતા. પોતાના વ્હાલસોયા ગુમાવનારા માતા-પિતાના આંખોમાંથી આંસુ સુકાઈ રહ્યા નથી.
ADVERTISEMENT
Vadodara News: વડોદરાના હરણી તળાવમાં 18 જાન્યુઆરીએ બનેલી દુર્ઘટના હજુ પણ ભૂલાઈ નથી. આ દુર્ઘટનામાં 12 નાના ભુલકાઓ અને 2 શિક્ષિકાઓના મૃત્યુ નિપજ્યાં હતા. પોતાના વ્હાલસોયા ગુમાવનારા માતા-પિતાના આંખોમાંથી આંસુ સુકાઈ રહ્યા નથી. પોતાના દીકરી-દીકરાના ફોટો જોઈને માતા-પિતા હજુ પણ રડી રહ્યા છે. આ વચ્ચે હવે વડોદરાના ભાજપના જ કોર્પોરેટરે કમિશનખોરીની પોલ ખોલી છે. તેઓ કહ્યું છે કે, કમિશન ખાવાના ચક્કરમાં હરણી બોટકાંડમાં 14ના કરુણ લોકો મૃત્યુ નિપજ્યા છે.
ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ કરી પોસ્ટ
ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ સોશિયલ મીડિયા પર કમોશનખોરીને લઈને એક પોસ્ટ કરી છે. તેમણે હરણી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની તસવીર શેર કરી છે. તે તસવીરમાં નીચેના ભાગે લખેલું છે કે, 'આ જીવ 700 રૂપિયામાં 300 રૂપિયા કમિશન ખાવમાં ગયા' આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, 'હિસ્સા હિચકિયો કા બનીયે જનાબ, સિસકિયો કા નહીં'
આ પહેલા પણ ઉઠાવ્યો હતો અવાજ
આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે હરણીબોટ દુર્ઘટનાને લઈને ભાજપના કોર્પોરેટરે અવાજ ઉઠાવ્યો હોય, આ પહેલા પણ તેઓે આ મામલે કડક વલણ દાખવીને અવાજ ઉઠાવ્યો હતો. તેઓની આ કટાક્ષભરી પોસ્ટથી ફરી તંત્ર સામે સવાલો ઉભા થયા છે.
ADVERTISEMENT
શું બની હતી ઘટના?
આ વર્ષે જ 2024માં વડોદરા (Vadodara) શહેરમાં કાળજું કંપાવનારી ઘટના બની છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના 82 વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવ (Harni Lake) ખાતે ગયા હતા. જ્યાં બોટ પલટી જતાં એક દુર્ઘટના સર્જાઈ હતી. હરણી તળાવમાં ડૂબી જવાથી 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા.
FSL રિપોર્ટમાં થયા હતા મોટા ખુલાસા
વડોદરા હરણી લેક દુર્ઘટના મામલે FSL રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ, ક્ષમતા કરતા વધુ બાળકો ભરવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી. બોટ ઓવરલોડ હતી અને ક્ષમતા કરતા વધુ લોકોને તેમાં બેસાડવામાં આવ્યા હતા. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટનું વજન દોઢ ટન જેટલું થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટના આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. આવી જગ્યાએ 10 બાળકોને બેસાડી દીધા હતા.
ADVERTISEMENT
18 સામે થઈ હતી ફરિયાદ
સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે 18 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. સ્કૂલ સંચાલકોએ આખરે પોતાની સ્કૂલે પ્રવાસ માટે DEO ની પરવાનગી લીધી ન હતી. જેને લઈને સ્કૂલે પોતાની ભૂલ સ્વીકારતા DEOએ કાર્યવાહી શરૂ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT