હાલોલઃ GIDCની દીવાલ ધરાશાયી થતા 4 બાળકોનું મૃત્યુ, 8 લોકો દટાયા
હાલોલઃ પંચમહાલના હાલોલથી એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં હાલોલ જીઆઈડીસીની દીવાલ ધસી પડતા ઘણા લોકો દટાઈ ગયા છે. આ ઘટનામાં 4 બાળકો મૃત્યુ…
ADVERTISEMENT
હાલોલઃ પંચમહાલના હાલોલથી એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં હાલોલ જીઆઈડીસીની દીવાલ ધસી પડતા ઘણા લોકો દટાઈ ગયા છે. આ ઘટનામાં 4 બાળકો મૃત્યુ પામ્યાના અહેવાલ પણ સામે આવ્યા છે. સાથે જ 2 મહિલાઓ સહિતના લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
નાના ભુલકાઓના મોતથી વિસ્તારમાં અરેરાટી
મધ્યપ્રદેશથી અહીં શ્રમ કરીને પેટીયું રળવા આવેલા શ્રમીક પરિવારો માટે હાલોલમાં એક દુખદ ઘટના બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર જીઆઈડીસીમાં આવેલી એક કંપનીની દીવાલ પડી જવાને કારણે તેના નીચે 8 વ્યક્તિ દટાઈ ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. મામલાની જાણ પણ તંત્રને કરવામાં આવી છે. જોકે કોઈ મદદ મળે અને તે કારગર નીવડે તે પહેલા ચાર બાળકોનો ભોગ લેવાયો હતો. નાના ભુલકાઓ દયનીય રીતે મૃત્યુ પામતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલામાં હજુ ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
VIDEO: એકબાજુ વરસાદ અને બીજી બાજુ આગ, અરવલ્લીમાં વીજળી પડ્યા બાદ જુઓ કેવી ઘટના બની
બનાવને પગલે પોલીસને જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. મૃત્યુ પામેલા બાળકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રારંભીક તપાસ દરમિયાન આ લોકો મધ્યપ્રદેશથી અહીં શ્રમ માટે આવ્યા હતા. હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT