વડોદરાની MSUમાં વધુ એક વખત નમાજ પઢતી વિદ્યાર્થિનીનો Video વાયરલ થતા તપાસના આદેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ કરતા ધર્મ પર વધુ ધ્યાન આપવામાં આવતું હોય તેવું જોવા મળી રહ્યું છે. અહીંની સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જ્યાં એક વિદ્યાર્થિની દ્વારા નમાજ પઢી રહી હતી. ભગવાન-અલ્લાહની પ્રાથના કે ઈબાદત યુનિવર્સિટીમાં થાય તેમાં કેટલાક લોકોને પેટમાં દુખે અને તેમાં યુનિવર્સિટી સત્તાધિશોએ બુદ્ધીનું દર્શન કરાવતા હાઈ પાવર ડીસીપ્લીનરી કમિટિને તપાસ સોંપી દીધી છે.

લોકોની ચીસો, સળગતું પ્લેન અને FB LIVE… નેપાળ ઘટના પછી 42 સેકન્ડ સુધી બનાવતો રહ્યો

મ.સ.યુ. વિશ્વમાં નોંધ લેવાતી યુનિ.
વડોદરાની એમ એસ યુનિવર્સિટી અને વિવાદો એક સાથે ચાલતા રહ્યા છે. જોકે એમ એસ યુનિવર્સિટી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ખ્યાતિ પામેલી યુનિવર્સિટી છે. ધર્મ અને ધાર્મિક લાગણીઓનો મુદ્દો નાજુક છે અને યુનિવર્સિટી તેમાં શું પગલા લે છે તે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ વિશ્વમાં પણ નોંધ લેવાતું હોય છે ત્યારે હાલમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વિદ્યાર્થિની યુનિવર્સિટીમાં નમાજ પઢતી હોય તેવો વીડિયો કેટલાક લોકોને અયોગ્ય લાગતા મોબાઈલમાં કંડારાયો અને પછી તે સોશ્યલ મીડિયા પર ફરતો થતા હવે યુનિવર્સિટી તંત્રએ તેની તપાસ સોંપી છે. પ્રશ્ન એ છે કે અગાઉ પણ આવા વીડિયો વાયરલ થયા હતા ત્યારે કેટલાક હિન્દુ સંગઠનનોના નેતાઓ દ્વારા યુનિવર્સિટીમાં હનુમાન ચાલીસા પણ બોલાવાયા હતા.

ગુજરાતમાં બે દિવસ શિત લહેરઃ 3 રાજ્યોમાં યલો એલર્ટ, જાણો કેવી રહેશે ઠંડી

ચોપડીયા જ્ઞાન સાથે ધર્મના આદરભાવ પણ શિખવવા જરૂરી
યુનિવર્સિટીમાં ચોપડીયા જ્ઞાન સાથે સર્વધર્મ સમભાવ કોને કહેવાય તેની સમજ પણ વિદ્યાર્થીઓમાં વિકસે તે જરૂરી બન્યું છે. કોઈ પ્રાથના કરતું હોય કે કોઈ નમાજ પઢતું હોય કે પ્રેયર, આ શ્વાસ લેવા જેટલી જ સ્વાભાવીક બાબત હોઈ શકે છે તેવી સમજ આપવાને બદલે તંત્ર તપાસના આદેશ કરી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોને લઈને એવો કોઈ વિવાદ સર્જવો યુનિવર્સિટીની શાનને કેટલો શોભે તે પણ અહીં ચર્ચામાં લેવાતો મુદ્દો બની રહ્યો છે. આવા રાજનૈતિક મુદ્દાઓ બાળકોના અભ્યાસમાં સારી છાપ છોડે તે જોવું પણ યુનિ. તંત્રની જવાબાદારીમાં આવતુ હોઈ, હવે યુનિવર્સિટી શું પગલા લે છે તે જોવું રહ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT