ગુજરાતનું યુકેમાં રાજકીય કદ વધ્યું, આ ગુજરાતી બન્યા યુકેમાં પ્રેસ્ટન શહેરના મેયર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ભારતીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતની વિદેશમાં રાજકીય વગ વધી છે. યુકેમાં પ્રેસ્ટન શહેરમાં 2023-24 માટે ગુજરાતના ભરૂચ શહેરમાં જન્મેલા અને યુકેમાં સ્થાયી થયેલા યાકુબ પટેલ મેયર તરીકે ચૂંટાયા છે. યાકુબ પટેલ ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા છે.

ગુજરાતના ભરૂચમાં જન્મેલા યાકુબ પટેલે અંગ્રેજી સાહિત્યમાં BA અને MAની ડિગ્રી હાંસલ કરી છે. યાકુબ પટેલ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો.જૂન 1976માં યુકે આવ્યા અને 1979માં પ્રેસ્ટન કોર્પોરેશન સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી.

મેયરનો પદભાર સંભાળ્યા બાદ યાકૂબે કહ્યુ કે મારો આ શહેર સાથે ગાઢ સંબંધ છે. મે 1979માં પ્રેસ્ટન કોર્પોરેશન સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ પહેલી વખત મને 1995માં શહેરના એવેનહમ વોર્ડ માટે લેબર પાર્ટીના કાઉન્સિલર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને તે પ્રેસ્ટન સિટી કાઉન્સિલના ઈતિહાસમાં પહેલા મુસ્લિમ કાઉન્સિલર બન્યા.સ્થાનિક બંધારણ અનુસાર યાકુબ પટેલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષ સ્થાને છે. અને સમગ્ર કાર્યકાળ દરમિયાન શહેરનું પ્રતિનિધિત્વ કરતા ઔપચારિક વડા તરીકે ફરજ બજાવશે.

ADVERTISEMENT

યુકેમાં રાજકીય કારકિર્દી
તેઓ પ્રથમ વખત 1995 માં એવેનહામ વોર્ડ માટે લેબર પાર્ટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને પ્રેસ્ટન સિટી કાઉન્સિલના ઇતિહાસમાં પ્રથમ મુસ્લિમ કાઉન્સિલર હતા. વધુમાં, પટેલ 2001-2009 દરમિયાન પ્રેસ્ટન વેસ્ટ ડિવિઝન માટે લેન્કેશાયર કાઉન્ટી કાઉન્સિલર તરીકે પણ ચૂંટાયા હતા. નવા મેયર સ્થાનિક સમુદાયના સક્રિય સભ્ય પણ છે અને પ્રેસ્ટન જામી મસ્જિદ અને પ્રેસ્ટન મુસ્લિમ બ્રીયલ સોસાયટી માટે સહ-પસંદ કરેલ સભ્ય તરીકે સેવા આપે છે.તે ફ્રેન્ચવુડ કોમ્યુનિટી પ્રાઈમરી સ્કૂલ માટે શાળાના ગવર્નર છે.

યાકુબ પટેલના પિતા પણ હતા રાજકારણમાં
યાકુબ પટેલ 10 વર્ષની ઉંમરેથી રાજકારણમાં છે. યાકુબ પટેલના પિતા ભારતમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની નેતૃત્વ વાળી કોંગ્રેસ પાર્ટીના પ્રબળ સમર્થક અને સભ્ય હતા. બ્રિટનમાં યાકુબ પટેલે ગયા વર્ષે મે મહિનાથી પ્રેસ્ટનના ડેપ્યુટી મેયર તરીકે કાર્ય કર્યુ અને આ અઠવાડિયે તેમણે ત્યાં 2023-24 માટે મેયર તરીકે ઔપચારિક કાર્યભાર સંભાળ્યો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT