GUJARAT ના મોટા સમાચાર: રૂપાણી સરકારનું આખુ મંત્રીમંડળ ચૂંટણી નહી લડે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : વિજય રૂપાણીની ટિકિટ કપાય તે પહેલા જ પોતાની રીતે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. ગુજરાત ભાજપના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ટિકિટ કાપવામાં આવે તે લગભગ નક્કી જ હતું. જો કે તેવામાં આગળથી જ ઘટના અને ઘટનાક્રમને ઓળખી ચુકેલા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.

ભાજપના સૌથી મોટા સમાચાર, મોડી સાંજે ભાજપમાં ભુકંપ, વિજય રૂપાણી સરકારનું આખુમંત્રી મંડળ નહી લડે ચૂંટણી, 25 ટકા ધારાસભ્યોના પત્તા કપાશે. બોટાદથી સૌરભ પટેલ, ધોળકા ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા વટવા, મહેસાણાથી નીતિન પટેલ, સહિત કુલ 8 મંત્રીઓ ચૂંટણી નહી લડે તેવું સુત્રો જણાવી રહ્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણી અને નીતિન પટેલ ચૂંટણીમાં ટિકિટ ન અપાય તે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું. તેવામાં નીતિન પટેલ અને વિજય રૂપાણી એટલે કે ગુજરાતની પૂર્વ સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પોતે જ પોતાના નામ પરત ખેંચીને પોતાની આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે આરોગ્યપ્રધાન નીતિન પટેલ હતા. તેમની બંન્ને સામે લોકોમાં ભારે આક્રોશ હતો. આ આક્રોશના ભાગરૂપે જ તેમની સરકારના રાજીનામા લઇ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ બંન્ને નેતાઓ સાઇડ લાઇન થઇ ચુક્યા હતા. જેથી આખરે તેઓ ધારાસભ્ય રહે તેવી શક્યતા હતી.

    follow whatsapp

    ADVERTISEMENT