Weather Forcaste: સ્વેટર પેક કરીને મૂકી ન દેતા, આ તારીખથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ

ADVERTISEMENT

આ તારીખથી શરૂ થશે ઠંડીનો નવો રાઉન્ડ
Gujarat weather forecast
social share
google news

Gujarat weather forecast: ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વહેલી સવારે સાધારણ ઠંડી અને બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે અને ઠંડીનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. 

 

આ તારીખથી શરૂ થશે ઠંડીનો નવો રાઉન્ડ 

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી એટલે કે 21 મી ફેબ્રુઆરીથી પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે અને રાજ્યમાં ફરી કડકડતી ઠંડીનો અનુભવ થશે.રાજ્યમાં કમોસમી વરસાદની પણ સંભાવના છે. અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.
 

ADVERTISEMENT


ઠંડીનો પારો બે થી ત્રણ ડિગ્રી ગગડશે

આગામી સમયમાં ઠંડીનો પારો બે થી ત્રણ ડિગ્રી ગગડશે. તેથી 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનો અનુભવ થશે. અમદાવાદમાં બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. બેવડી ઋતુને લઈને સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT