વડોદરાઃ ચાની કિટલીવાળા કાકાને આવ્યો હાર્ટ એટેક- Live Video
વડોદરાઃ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક ચાની કિટલી ચલાવતા વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવતા ત્યાં જ ઢળી પડ્યા હતા. આસપાસના લોકો પણ જ્યારે તેઓ ઢળી…
ADVERTISEMENT
વડોદરાઃ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક ચાની કિટલી ચલાવતા વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવતા ત્યાં જ ઢળી પડ્યા હતા. આસપાસના લોકો પણ જ્યારે તેઓ ઢળી પડ્યા તે જોઈ ચોંકી ઉઠ્યા હતા. લોકો તુરંત મદદે પણ આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે.
આકાશી આફતના એંધાણ, આગામી 3 કલાક દરમિયાન રાજ્યમાં આ જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના
ઘટના સીસીટીવીમાં કેદ
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક ચાની કિટલી ચલાવી રહેલા વ્યક્તિને અચાનક છાતીમાં દુખાવો થતા તે ત્યાં જ લારી પાસે ઢળી પડ્યા હતા. ચા બનાવી રહ્યા હતા તે જ સમયે તેમને હૃદય રોગનો હુમલો થય હતો. આ વ્યક્તિનું નામ ભિમસ ચંદુમલ નાથાણી હતું. હાર્ટ એટેકને કારણે તેઓ ઢળી પડતા લોકો પણ તેમની મદદે આવ્યા હતા પરંતુ તેઓ બચી શક્યા ન હતા. હાર્ટ એકેટને પગલે તેમનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જે સીસીટીવી સોશ્યલ મીડિયા પર ફરતા થયા હતા.
(ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT