સોમનાથમાં મુકેશ અંબાણી અને આકાશ અંબાણીએ મહાશિવરાત્રીએ પુજા કરીઃ 1.5 કરોડનું દાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

સોમનાથ: મહાશિવરાત્રીના પાવન પર્વ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમજ તેમના પુત્ર અને રિલાયન્સ Jio ના ચેરમેન આકાશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુંબઈમાં અમદાવાદના દર્શન સોલંકીના મોત મામલે જીગ્નેશ મેવાણીએ કહ્યુંઃ SITની માગ સ્વિકારો

મંદિરના પુજારીએ પણ કર્યું સન્માન
મુકેશ અંબાણી અને આકાશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે તેઓએ જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજાના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો. તેમજ મુકેશ અંબાણી દ્વારા સોમનાથ ટ્રસ્ટને 1.51 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

સાંસદ રાજેશ ચુડાસમા પર કસાયો સંકંજો.. ?ડૉ. અતુલ ચગ આપઘાત કેસમાં પરિવારે કરી અરજી

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, સોમનાથ)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT