નવસારીઃ બુટલેગરની બર્થડેમાં કેક કટિંગ કર્યું પણ કાયદાનું ભાન ન રહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારીઃ નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આજે બર્થ ડે સેલેબ્રેશન કરતા કેટલાક યુવાનોએ કાયદાના લીરેલીરા ઉડાવી નાખ્યા હતા. હથિયાર સાથે બર્થ ડે સેલિબ્રેટ કરવાને કારણે ગુજરાતમાં ઠેરઠેર એવા ઘણા બનાવો બની ચુક્યા છે કે લોકોને બાદમાં જેલના સળિયા ગણવા પડે. અને આવી ઘટનાઓ માધ્યમો દ્વારા પ્રકાશીત પણ કરવામાં આવતી હોય છે છતા હજુ પણ એવા કેટલાક લોકો છે જેમને કાયદાની કડકાઈનો જાણે કોઈ ફેર પડતો ન હોય તેમ જાહેરમાં તલવાર વડે કેક કાપી સેલેબ્રેશન કર્યા હતા.

ભારે તણાવ વચ્ચે Fitch-moody’s દ્વારા ADANI અંગે જાહેર કરાયો આર્થિક અહેવાલ

બુટલેગરે બિન્દાસ્ત કાપી કેક, કાયદાની નો ફિકર
ચીખલીના ખુંધ ગામ ખાતે બુટલેગર પ્રજ્ઞનેશ પટેલની બર્થડેમાં જાહેરમાં તલવાર વડે કેક કાપવામાં આવી હતી. જે ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થઈ ગયો છે. પોલીસ જાણે ખુબ મહેરબાન હોય તેમ પોલીસની કાયદાની લાઠીથી ડર્યા વગર બુટલેગર બિન્દાસ્ત કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરતો જોઈ શકાય છે.

(ઈનપુટઃ રોનક જાની, નવસારી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT