ભાવનગર શહેર કોંગ્રેસનો પેપરલીક મુદ્દે ઉગ્ર વિરોધઃ રેલી કાઢતા પોલીસ સાથે ઘર્ષણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા સમાન વારંવાર પેપર લીકની ઘટના થઈ રહી છે. ભાવનગર શહેરના જશોનાથ ચોકથી કલેક્ટર કચેરી સુધી જિલ્લા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી રેલી યોજવામાં આવી હતી. અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ સાથે સામાન્ય ઘર્ષણના દૃષ્યો જોવા મળ્યા હતા.

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ

શું હતી માંગ
કોંગ્રેસે પોતાના આવેદનમાં કહ્યું કે, ગુજરાતમાં ભાજપ સરકાર ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી ચુકી છે. વધુ એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. તાજેતરની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ૯ લાખથી વધુ વિધાર્થીઓના ભવિષ્ય રોળાયા છે, સપના તૂટ્યા છે. “કોઈ ચમરબંધીને છોડવામાં નહી આવે” તેવી માત્ર મોટી મોટી વાતો કરતી ભાજપ મુખ્ય સુત્રધાર ચમરબંધીને પકડવામાં નિષ્ફળ નીવડી છે. ઘણા લાંબા સમયથી ઉજ્જવળ ભવિષ્ય આર્થિક ઉત્થાન માટે યુવાનો પોતાના ઘરથી દુર રહી, કલાસીસ, જમવા, રહેવા પાછળ ખુબ ખર્ચ કરે છે અને ભાજપ સરકાર પારદર્શક સમયસર સુરક્ષિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાને બદલે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. ગુજરાત સ્ટેટ લો કમિશનના સ્પષ્ટ તારણો છતાં ભાજપ સરકાર કડક જોગવાઈ સાથેનો કાયદો ઘડવામાં ઉણી ઉતરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર માટે વિવિધ પરીક્ષાર્થીઓ પાસેથી લાખો રૂપિયાનો વેપાર બહાર આવ્યો છે અને ખાનગી પ્રેસના માણસ દ્વારા પણ રૂપિયા ૯ લાખમાં પેપર વેચાયાનું બહાર આવ્યું છે, તેમ ૯ છતાં આ અંગે મુખ્યમંત્રી અથવા પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ દ્વારા શિક્ષિત યુવાનો માટે કોઈ સંવેદના વ્યક્ત કરવાની તસ્દી લેવાઈ નથી કે કોઈ બાંહેધરી પણ આપવામાં આવી નથી જે ખુબ જ દુઃખદ બાબત છે. ભાજપ સરકારમાં વારંવાર પેપર ફોડવા માટે ઓર્ગેનાઈઝડ ગેંગ કામ કરી રહી હોય તેમ સ્પષ્ટ થતું જાય છે.

ADVERTISEMENT

સમગ્ર કૌભાંડમાં દેખાડા પુરતી કલમોઃ કોંગ્રેસ
કોંગ્રેસે આક્રમક થતા કહ્યું કે, પંચાયત સેવા પસંદગી મંડળ ફક્ત ભ્રષ્ટાચારઓ માટે જ કામ કરતું હોય તેવું લાગે છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મળતિયાઓને પાછલા બારણે ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પેપર ફૂટ્યાનું સ્વીકાર્યા બાદ નાની માછલીઓને પકડીને મોટા મગર-મચ્છને છોડી દેવામાં આવે છે. પેપર ફૂટવાના સમગ્ર કૌભાંડમાં દેખાડા પુરતી જ કલમો ઉમેરવામાં આવી છે. સરકારની આવી કામગીરીના લીધે સરકાર ઉપર શંકા ઉભી થાય છે. દર વખતે જ્યારે-જ્યારે પેપર ફૂટે છે ત્યારે ઔપચારિક પુરતી ફરિયાદ દાખલ થાય છે અને માત્ર લાભાર્થી અથવા તો પેપરનો ફેલાવો કરવાવાળા લોકો પકડાય છે પરંતુ સમગ્ર ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયત્ન ક્યારેય થયો નથી. ભૂતકાળમાં જેટલી વખત પેપર ફૂટવાની ઘટનાઓ બની છે તેમાંથી બોધપાઠ લઈ કૌભાંડના મૂળ સુધી પહોંચ્યા હોત તો કૌભાંડીઓ ઉપર દાખલો બેસાડી શકાયો હોત પરંતુ તેવું ન થવાના લીધે વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થયા કરે છે.

ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ નડિયાદ સંતરામ મંદિરમાં આજથી મહાસુદ પુનમ મેળાનો ભવ્ય પ્રારંભ

સરકારી પ્રેસ છતા ખાનગી પ્રેસમાં પેપર કેમ છપાવાય?
કોંગ્રેસે આકરા સવાલ પણ ઊભા કર્યા હતા. સરકારના પોતાના પ્રિન્ટીંગ પ્રેસ હોવા છતાં ખાનગી પ્રેસમાં પરીક્ષાઓના પેપર છપાવવાનું શું કારણ છે તે સમજી શકાતું નથી. શું સરકારને પોતાના પ્રેસ પર વિશ્વાસ નથી ? ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં વર્ષ ૨૦૧૪માં રેવન્યુ તલાટી, વર્ષ ૨૦૧૫ ચીફ ઓફિસર, પંચાયતી તલાટી વર્ષ ૨૦૧૮ માં પોલીસ રક્ષક દળ, વર્ષ ૨૦૧૮ માં શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી, ટાટ વર્ષ ૨૦૧૯ માં બિન સચિવાલય કલાર્ક, વર્ષ ૨૦૨૧-ડીજીવીસીએલમાં વિદ્યુત સહાયક, હેડ કલાર્કના પેપરફૂટવાની ઘટનાઓ વારંવાર બને છે જેના કારણે બેરોજગાર યુવાનોન અન્યાય થઈ રહ્યો છે અને સરકાર જેની જવાબદારી છે તેની સામે કડક પગલાંઓ લેવામાં આવતા નથી ત્યારે સરકારની નીતિ અને નૈતિકતા ઉપર અનેક સવાલો ઊભા થાય છે.

ADVERTISEMENT

માતા-પિતાની આશાઓ પર પાણીઃ કોંગ્રેસ
નોકરી માટે દિકરા-દીકરીને ટયુશન ક્લાસમાં મોકલીને વર્ષો સુધી પરીક્ષાઓ અપાવી સરકારી નોકરી મળવાની આશા રાખીને બેઠા હોય છે ત્યારે સરકારની અને પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે ગૌણ સેવા પસંદગી મંડળની મિલીભગતને કારણે આવા આશાસ્પદ યુવાનોના મા-બાપની આશાઓ પર પાણી ફરી વળે છે અને વિધાર્થીઓ પોતે પણ વર્ષો સુધી માનસિક યાતના ભોગવી સતત પરીક્ષાના દબાણમાં રહે છે અને આવા યુવાનો આપઘાત કરવા સુધીના પગલાંઓ ભર્યાના બનાવો પણ સામે આવે છે.

ADVERTISEMENT

ભરૂચ સાંસદ મનસુખ વસાવાની રજૂઆત ‘જોશીમઠની હાલત પાછળ વધતી વસ્તી જવાબદાર’

પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનામાં કોંગ્રેસ પક્ષની નીચે મુજબની માંગ છે.
૧) ભાજપ સરકારમાં વારંવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેતપત્ર રજુ કરવામાં આવે.
૨) પેપર ફૂટવા અંગેના કેસો માટે સ્પેશીયલ કોર્ટની રચના કરી એક વર્ષમાં ટ્રાયલ પૂરી કરવામાં આવે.
૩) ગુજરાત સરકારના વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓની ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે.
૪) પ્રમાણિક-નિષ્ઠાવાન અધિકારીના વડપણ હેઠળ એસ.આઈ.ટી. દ્વારા તપાસ કરવામાં આવે.
૫) સ્પર્ધાત્મક પરીક્ષાની ફોર્મ ફી નાબુદ કરી અને પરીક્ષાના કોલ લેટરને રેલ્વે-બસમાં નિશુલ્ક પરિવહનનો પાસ ગણવામાં આવે.
૬) વિધાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે લાખો રૂપિયાની ફી ભરી ટયુશન ક્લાસ, મોટા શહેરોમાં રહેવા જમવાના ખર્ચાઓ કરીને તૈયાર કરી હોઈ છે, ત્યારે પરીક્ષા રદ થતા મહિનાઓ સુધી પુનઃ ક્લાસ અને તૈયારી કરવા લાખો રૂપિયાના ખર્ચાઓ થાય છે તેથી પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને વ્યાજબી વળતર આપવામાં આવે.
૭) પુનઃ પરીક્ષા ન લેવાય ત્યાં સુધી ઉમેદવારોને માસિક રૂપિયા ૫૦૦૦/- ટયુશન ક્લાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ખર્ચ પેટે ચુકવવામાં આવે.

    follow whatsapp

    ADVERTISEMENT