જામનગરની દીકરીઓને મળ્યું મહિલા IPLની હરાજીમાં સ્થાન, 13મીએ મુંબઈમાં છે ઓક્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર.જામનગરઃ વિમેન્સ આઈપીએલ માટે ખેલાડીઓની હરાજી 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે. આ દિવસે કુલ 409 ખેલાડી ઉપર 90 સ્થાન માટે બોલી લાગશે. ટૂર્નામેન્ટમાં ભારત સહિત દુનિયાભરના ખેલાડીઓ સામેલ છે. ત્યારે જામનગર અને ગુજરાત માટે પણ એક ગોરવવંતા સમાચાર છે. હરાજીમાં જામનગરની બે દીકરીઓને પણ સમાવવામાં આવી છે.

તમામ મેચ મુંબઈમાં રમાશે
વિમેન્સ આઈપીએલ લીગની તમામ 22 મેચ 4થી 26 માર્ચ સુધી મુંબઈમાં રમાશે. સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને જામનગર માટે ગૌરવ લેવાની બાબત એ છે કે આ હરાજીમાં જામનગરના બે મહિલા ખેલાડી જયશ્રી જાડેજા (બેટર) અને નેહા ચાવડા (ઑલરાઉન્ડર)ને સ્થાન મળ્યું છે. મતલબ કે ફ્રેન્ચાઈઝીઓ આ ખેલાડીને ખરીદીને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. આ બન્ને ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ADVERTISEMENT

હરાજીની સૌથી વધુ બેઝ પ્રાઈઝ 50 લાખ
ટૂર્નામેન્ટમાં સામેલ થનારા તમામ ખેલાડીઓનું લિસ્ટ ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે. 24 ખેલાડીઓએ આ બેઝ પ્રાઈસ માટે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. એટલે કે તેમની હરાજી 50 લાખ રૂપિયાથી શરૂ થશે. 10 ભારતીય ખેલાડીઓ આ બેઝ પ્રાઈસમાં સામેલ છે, તો 14 વિદેશી ખેલાડીઓ એવા છે જેમણે પોતાની કિંમત 50 લાખ રૂપિયા નક્કી કરી છે. ભારતીય ખેલાડીઓમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તી શર્મા, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્સ, શૈફાલી વર્મા, પૂજા વસ્ત્રાકર, ઋચા ઘોષ, સ્નેહ રાણા અને મેઘના સિંહ એવા ખેલાડી છે જેમણે પોતાની મુળ કિંમત 50 લાખ રૂપિયા નક્કી કરી છે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયાની એશલે ગાર્ડનર, એલિસ પેરી, મેગ લૈર્નિંગ, એલિસા હિલી, જેસ જોનાસેન, ડાર્સી બ્રાઉન, ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન, નેટ સાઈવર-બ્રન્ટ, ડૈની વ્યાટ, કૈથરીન સાયવર-બ્રન્ટ, ન્યુઝીલેન્ડની સોફી ડિવાઈન, આફ્રિકાની સિનાલો જાફ્તા, વિન્ડિઝની ડિયાન્ડ્રા ડોટિન અને ઝીમ્બાબ્વેની લોરિન ફિરી એવી ખેલાડી છે જેમણે પોતાની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા નક્કી કરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ADVERTISEMENT

409માંથી 246 ખેલાડી ભારતીય
કુલ 409 ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 246 ભારતીય છે. ભારતીયોમાં સૌથી વધુ 21 ખેલાડી કર્ણાટક અને 20 મહારાષ્ટ્રના છે. જ્યારે સૌરાષ્ટ્રના બે, ત્રિપુરા, બિહાર, જમ્મુ-કાશ્મીર, મણિપુર, મેઘાલયની એક-એક ખેલાડી હરાજીમાં સામેલ થશે. આ ઉપરાંત રેલવેના 19, ઉત્તરપ્રદેશના 17, દિલ્હીના 14, મહારાષ્ટ્રના 13, બંગાળ, પંજાબ, મધ્યપ્રદેશના 12, બરોડાના 10, આંધ્ર-તમીલનાડુના નવ, ઉત્તરાખંડ, કેરળ ઓરિસ્સાના 7, ઝારખંડના છ, હરિયાણા, હિમાચલ, હૈદરાબાદ, વિદર્ભ રાજસ્થાનના 5, ગુજરાત-ગોવાના ચાર-ચાર, છત્તીસગઢના ત્રણ ખેલાડીઓ ઉપર હરાજી થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT