આંદોલનઃ મહીસાગરની સબ રજીસ્ટ્રાર કચેરીના ઓપરેટર્સ કાલથી હડતાળ પર, જાણો કેમ?
મહીસાગરઃ મહિસાગર જિલ્લાની 6 સબ રજીસ્ટ્રાર ઓફીસના ઓપરેટર્સ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલ ગુરુવારથી આ ઓપરેટર્સ પોતાની પગારની સમસ્યાને લઈને હડતાળ પર ઉતરવાના…
ADVERTISEMENT
મહીસાગરઃ મહિસાગર જિલ્લાની 6 સબ રજીસ્ટ્રાર ઓફીસના ઓપરેટર્સ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલ ગુરુવારથી આ ઓપરેટર્સ પોતાની પગારની સમસ્યાને લઈને હડતાળ પર ઉતરવાના છે. આ ઓપરેટર્સનો આક્ષેપ છે કે છેલ્લા 18 મહિનાથી તેમને પગાર ચુકવવામાં આવ્યો નથી.
પગાર નહીં મળતા જીવન નિર્વાહમાં મુશ્કેલી
મહીસાગર જિલ્લાની 6 સબ રજીસ્ટ્રાર કચેરીના ઓપરેટર્સ દ્વારા આવતીકાલ ગુરુવારથી હડતાળ પર ઉતરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમનો આરોપ છે કે તેમને છેલ્લા 18 મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી. 18 મહિના પગાર નહીં મળતા જીવન નિર્વાહમાં તેમને મુશ્કેલીઓ થઈ રહી છે. અમદાવાદની આર્ક ઈન્ફોસોફ્ટ નામની કંપની દ્વારા આ ઓપરેટર્સને પગાર નહીં ચુકવવામાં આવતા આખરે તેમણે આંદોલનનો રસ્તો પકડ્યો છે. આ ઓપરેટર્સ સબ રજીસ્ટ્રારની કચેરી પર જ હડતાળ પર ઉતરશે જેના કારણે કચેરીની ઘણી સેવાઓ ખોરવાઈ જશે. દસ્તાવેજી પ્રક્રિયા માટે આવતા લોકો માટે પણ આ કારણે મુશ્કેલીઓ ઊભી થશે. ઉલ્લેખનીય છે કે ઓપરેટર્સના પગાર મુદ્દે જલ્દીથી નિરાકરણ આવે તો કચેરીની કામગીરીઓને યોગ્ય રીતે પાર પાડી શકાશે.
મોરારિ બાપુએ નેપાળથી કરી તુર્કી-સીરિયા ભૂકંપગ્રસ્તોને સહાયની જાહેરાત
પગાર ન મળે ત્યાં સુધી હડતાળ
મહીસાગર જિલ્લાની 6 તાલુકાની સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને અમદાવાદ આર્ક ઇન્ફોસોફ્ટ કંપની દ્વારા પગાર અનિયમિત કરીને છેલ્લા 18 માસથી પગાર ચુકવાયો નથી. જે અંગે ઓપરેટર્સએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ પગાર ન આપવામાં આવતા નાછુટકે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. 9 ફેબ્રુઆરીથી જ્યાં સુધી પગાર ન મળે ત્યાં સુધી હડતાળ પર જનાર છે. એજન્સી આર્ક ઇન્ફોસોફ્ટની આ બેદરકારી ભરી અનિયમિતાને કારણે ઓપરેટરોને પોતાનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારીએ પણ પગારના કારણે ઓપરેટર હડતાળ પર જશે તો સબ રજીસ્ટ્રાર કચેરીની સેવાઓ પર અસર પડશે તેવું એજન્સીના સુપરવાઇઝરને લેખિતમાં જણાવ્યું છે. તેમ છતાં એજન્સીએ પગાર ન આપતા આજથી ઓપરેટરોને હડતાળના માર્ગે છે ત્યારે સબ રજીસ્ટ્રાર કચેરીની સેવાઓ ખોરવાશે અને દસ્તાવેજી પ્રક્રિયા માટે આવતા લોકોને મૂશ્કેલી વેઠવાનો વારો આવશે. મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર, કડાણા, વીરપુર, ખાનપુરના ઓપરેટર આવતીકાલથી હડતાળ પર ઉતરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT