ભાવનગર જિલ્લાના ઉમરાળા અને સોનગઢ પંથકમાં વરસાદ પડતા ખેડૂતોની પાક બચાવવા દોડધામ
નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર જિલ્લાના ઉમરાળા અને સોનગઢ પંથકમાં પડ્યો કમોસમી વરસાદ પડ્યો છે. કેસર કેરીના ગઢ ગણાતા જેસર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.…
ADVERTISEMENT
નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર જિલ્લાના ઉમરાળા અને સોનગઢ પંથકમાં પડ્યો કમોસમી વરસાદ પડ્યો છે. કેસર કેરીના ગઢ ગણાતા જેસર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ચણા, ઘઉં અને જીરું, ધાણા અને કેરીઓના તૈયાર પાકને નુકસાનની ભીતીને લઈને પાકને બચાવવા ખૂડતોએ દોડધામ કરવી પડી હતી. પંથકમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા અને તેના પાકોને વરસાદથી બચાવવા માટે કામગીરી હાથધરી હતી. દિવસ ભર વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં મહત્તમ તાપમાન ૩૭.૩ ડિગ્રીએ પહોંચ્યું હતું.
ગુજરાતના કચ્છમાં ધરતીકંપ, ભૂકંપની તિવ્રતા 3.1 નોંધાઈ, લોકો ભયભીત
કેટલાક પંથકમાં પડ્યો વરસાદ
સમગ્ર સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં તારીખ 4 થી 6 દરમિયાન કમોસમી માવઠુ પડવાની રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા અને સોનગઢ પંથકમાં બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો હતો અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આજે સાંજે શહેર જિલ્લાના ઉમરાળા અને સોનગઢ પંથકમાં વરસાદ પડ્યો હોવાનો અહેવાલ પ્રાપ્ત થયેલ છે. ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાદળીયું વાતાવરણ રહેતા આવતીકાલે કમોસમી વરસાદની સંભાવના છે. ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આવતીકાલે માવઠાની હવામાન ખાતાની આગાહી કરી છે ત્યારે આજે શનિવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું હતુ બપોરે થોડા સમય માટે તડકો નીકળ્યો હતો. સાંજે ફરી વાતાવરણ ધૂંધવાયું હતું. જિલ્લામાં આવતીકાલે કમોસમી વરસાદ પડે તેવો માહોલ ઊભો થયો. પંથકમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા અને તેના પાકોને વરસાદથી બચાવવા માટે કામગીરી હાથધરી હતી. જોકે દિવસ ભર વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે મહત્તમ તાપમાન 37.3 ડીગ્રી રહેવા પામ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા 4 અને 5 માર્ચે માવઠાની આગાહી કરવામાં આવી હતી. તો સાથે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે 4થી 8 માર્ચ સુધી વરસાદ પડવાની આગાહી કરી હતી. આ બંને આગાહીઓને પગલે ખેડૂતોમાં ભયનો માહોલ છે. ત્યારે હવે આગાહી પ્રમાણે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે. હવામાને કારણે અહીં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. અમરેલીના ધારી પંથકના કેટલાક ગામોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા છે. ધારીમાં સરસીયા ગામે વરસાદના છાંટા પડ્યા હતા. ઉપરાંત ધારીના સુખપુર અને કાંગસામાં તથા ગોવિંદપુર સહિતના ઘણા ગામોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. ડાંગ જિલ્લામાં આહવા ખાતે ભરાયેલા ડાંગ દરબારના રંગમાં ભંગ પડ્યો છે. કારણ કે માવઠાની આગાહી પ્રમાણે અહીં થોડી જ ક્ષણોમાં જાણે વાતાવરણ પલટાયા પછી ધૂંઆધાર વરસાદ પડવા લાગ્યો છે. આહવા ખાતેથી ગ્રામ્ય વિસ્તારોમાંથી અહીં ખરીદી કરવા માટે આવેલા લોકો હતાશ થયા હતા. સાથે જ નાની મોટી દુકાનો માંડીને રેકડીઓ વાળા વેપારીઓ અને લારી વાળાઓને પણ આ કારણે નુકસાન થયું છે.
ADVERTISEMENT
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવતી મહિલાઓનો હોબાળો- Video
સાવરકુંડલામાં વરસાદી ઝાપટું
ધારી પંઠકમાં કેટલાક ગ્રામ્ય વિસ્તોરમાં છાંટા પડતા કેસર કેરીના ગઢ ગણાતા ધારી પંછકમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ ચણા, ઘઉં અને ધાણા પણ તૈયાર થઈ ચુક્યા છે ત્યારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે નુકસાનની ભૂતિ સેવાઈ રહી છે. આ સાથે જ સાવરકુંડલા, ખાંભા અને રાજુલા પંથકમાં પણ વરસાદી વાતાવરણથી વાદળો ઘેરાયા છે. એટલું જ નહીં પણ સાવરકુંડલા શહેરમાં હળવા વરસાદી છાંટા પડ્યા છે. ઉપરાંત પીઠવડી, જીંજુડા, સેંજળના પાટીયે વરસાદી ઝાપટું પડ્યું છે.
શું કહે છે અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે પોતાના વરતારા અંગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે, દક્ષિણ ગુજરાતમાં પણ હવળવું માવઠું થઈ શકે છે, ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પણ વાતાવરણ પલટાય, છૂટા છવાયા છાંટા પડી શકે છે. સાથે જ માર્ચમાં 14 અને 15મીએ પણ વાતાવરણ પલટાશે. અવારનવાર માર્ચમાં વાદળો આવ્યા કરે તેમ છે. 23થી 25મી માર્ચે સમુદ્રમાં હલચલ વધી શકે છે. આ ઉપરાંત તેમણે ઉનાળો પણ એપ્રિલ 26મી પછી ગરમી વધશે અને મે મહિનામાં સાગરમાં ચક્રવાતોનું પ્રમાણ વધશે.
ADVERTISEMENT
ADVERTISEMENT