ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું ઔધોગિક એકમો પર આકસ્મિક ચેકીંગઃ કારખાનેદારોને નોટિસ
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગર જીઆઇડીસીના રેસિડેન્સિયલ ઝોન વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમ્સ સાથે સધન ચેકિંગ હાથ ધરાવામાં આવતા દોડધામ મચી ગઇ હતી. જેમાં…
ADVERTISEMENT
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગર જીઆઇડીસીના રેસિડેન્સિયલ ઝોન વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમ્સ સાથે સધન ચેકિંગ હાથ ધરાવામાં આવતા દોડધામ મચી ગઇ હતી. જેમાં ઘણા કારખાનેદારો તાળા મારી ફરાર થઈ ગયા હતા. જોકે આ તપાસણી દરમ્યાન પ્રદૂષણ નિયંત્રણના પગલાઓનું પાલન નહીં કરનારા અનેક કારખાનેદારો ઝપેટમાં આવી ગયાનું જાણવા મળી રહ્યું છે. બોર્ડની ટીમ દ્વારા દુષિત પાણીના સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ કાર્યવાહીને લઈ કારખાનેદારોમાં જીપીસીબીની ટીમને જોતા ડરને કારણે દોડધામ થઈ ગઈ હતી.
ભાવનગરઃ વેલેન્ટાઈન્સ ડેના બીજા દિવસે સિહોર તાલુકા પંચાયતમાં પ્રેમી પંખીડાનો આપઘાત
ન લયસન્સ, ન ટ્રીટમેન્ટ પ્લાન્ટ, છતા ધંધો ધમધમાટ
દરેડ જીઆઇડીસીમાં લાયસન્સ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગર ધમધમતા ઇલેકટ્રોપ્લેટર્સના 5 કારખાના ઝડપાયા છે. જે છેલ્લાં ઘણાં સમયથી કાર્યરત હતા. ત્યારે લાયસન્સ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હોવા છતાં કારખાના ચાલતા હોવાથી જીઆઇડીસીના અધિકારીઓની મિલીભગની શંકા નકારી શકાતી નથી. આથી આ મુદ્દો પણ તપાસનો વિષય બન્યો છે.
ગાંધીનગરમાં કેફેની અનોખી પહેલ, ચાની ચુસકી માણી અને કપ પણ ખાઈ જવાનો
અમુક માલિકો કારખાનાને તાળાં મારી ભાગી ગયા
જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેકીંગના પગલે કારખાનેદારોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. લાયસન્સ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન ધરાવતા અમુક કારખાનેદારો તાળાં મારીને ભાગી ગયા હતા. આગામી દિવસોમાં આ ચેકીંગ યથાવત રહેશે તેમ જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT