Breaking: ગુજરાતમાં જંત્રી બમણી કરવાનો નિર્ણય: સોમવારથી થશે અમલ
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા આજે શનિવારે ગુજરાતમાં જંત્રીનો ભાવ બમણો કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ તાત્કાલીક ધોરણે આગામી સોમવારથી જ તેને અમલી પણ કરવામાં…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા આજે શનિવારે ગુજરાતમાં જંત્રીનો ભાવ બમણો કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ તાત્કાલીક ધોરણે આગામી સોમવારથી જ તેને અમલી પણ કરવામાં આવશે. એડહોક ધોરણે અમલમાં નવી જંત્રી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે હમણા જ સર્વેના મામલાને લઈને કંપની પર ખેડૂતો દ્વારા મોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે જમીનો રિસર્વે કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.
12 વર્ષ પછી જંત્રીના ભાવ વધાર્યા
ગુજરાત સરકાર દ્વારા જંત્રીના ભાવોને બમણા કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં આ દરમિાયનમાં સર્વે સહિતની કામગીરીઓ ચાલુ રહેશે. સર્વે પૂર્ણ થયા બાદ નવી જંત્રી અમલમાં આવશે. આ અંગેનું પરિપત્ર પણ આજ રાત્રીથી જ બહાર પડી જશે. રાજ્યમાં 12 વર્ષ પચી જંત્રીનો ભાવ વધ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં 5 જજોની નિમણૂક: વધુ બે નામોને મંજૂરીની શક્યતા!
જંત્રીના ભાવ 100ના 200 થયા
ગુજરાતમાં સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32-કને અંતર્ગત રાજ્યની જમીનો અને સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડ લાઈન જંત્રી સમયાંતરે નક્કી કરવામાં આવે છે. હાલના ઠરાવથી જંત્રીના 2011ના ભાવો 12 વર્ષથી અમલમાં છે તેને ઝડપી વિકાસ, ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ, આર્થિક વિકાસની પ્રવૃત્તિઓને કારણે ભાવ વધારો કરવામાં આવ્યો છે. જંત્રી 2011માં મિલકત દરના પ્રતિ ચો.મીના 100 નક્કી કરવામાં આવ્યા હતા જેને બમણા કરીને 200 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત ઠરાવમાં અન્ય જોગવાઈઓને યથાવત રાખવાનું પણ નક્કી કર્યું છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, ગાંધીનગર)
ADVERTISEMENT