Breaking: ગોધરા-અમદાવાદ રોડ પરના સ્ક્રેપ વાહનોમાં અચાનક લાગી ભીષણ આગ- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગોધરા અમદાવાદ રોડ પાસે સ્ક્રેપના વાહનોમાં આજે ગુરુવારે અચાનક આગ લાગી ગઈ હતી. આગ એટલી ફેલાઈ ગઈ હતી કે વાહનો તેમાં બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગને આ આગ અંગે જાણ થતા ફાયર વિભાગ તુરંત સ્થળ પર દોડી આવ્યું હતું. વિભાગે આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી દીધી છે.

આગનું કારણ જાણી શકાયું નહીં
ગોધરા અમદાવાદ રોડ પર આવેલા સીમલા કબાડી માર્કેટમાં આજે ગુરુવારે અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. રાત્રી દરમિયાન અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે આગ કેમ લાગી હતી તેનું કારણ હજુ જાણી શકાયું નથી. સ્ક્રેપના જથ્થા નજીક મુકવામાં આવેલી અન્ય બે કાર પણ સળગી ગઈ હતી. આ આગમાં કુલ છ કાર લપેટે આવી ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT