ખેડામાં કોંગ્રેસની સંગઠન મજબૂત કરવા બેઠકના 24 કલાકમાં જ 400 કોંગ્રેસીઓના પક્ષને રામ રામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.નડિયાદઃ ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના હાથ છોડી 400 કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. જેમાં અરેરાના ડે.સરપંચ સાથે કોંગ્રેસના ખજાનચી રહેલા કિરણસિંહ સહિતના કાર્યકરોએ જિલ્લા કમલમ પહોંચી કેસરીયો ખેસ ધારણ કર્યો છે.

જગદીશ ઠાકોર સહિતના નેતાઓની મળી હતી બેઠક
હાલમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ખેડા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ પોતાના પક્ષ મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. હજી તો ગઈ કાલે જ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર વિરોધપક્ષનાં નેતા અમિત ચાવડા સહિત જિલ્લાના હોદેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિત વચ્ચે સંગઠન મજબૂત કરવા અને ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા માટે કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકના 24 કલાક માં જ કોંગ્રેસના ગઢમા મોટુ ગાબડું પડ્યું છે. જેમાં કોંગ્રેસના અંદાજીત 300થી 400 જેટલા કાર્યકરો કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

નર્મદાની સંકલન બેઠકમાં MLA ચૈતર વસાવા આકરા પાણીએ, સરકારી અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

સ્થાનીક ચૂંટણીઓમાં પડી શકે છે ફટકો
જિલ્લા પ્રમુખ વિપુલ પટેલની અધ્યક્ષતામાં આજે મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જેમાં અરેરાના ડે.સરપંચ સાથે કોંગ્રેસના ખજાનચી રહેલા કિરણસિંહ સહિતના કાર્યકરોએ જિલ્લા કમલમ પહોંચી કેસરીયો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે કે, આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની એટલે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવવાની છે. ત્યારે તેની તૈયારીમાં કોંગ્રેસ અને ભાજપે પોતાનું વર્ચસ્વ જમાવવા જિલ્લામાં અત્યારથી શરૂઆત કરી દીધી છે.

ADVERTISEMENT

ભાજપ નેતાએ શું કહ્યું?
જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, “જેમ વિધાનસભામાં રેકોર્ડ રહ્યો છે તેવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રંગ રહેશે. જિલ્લાની છ વિધાનસભા જેમ ભાજપે કબજે કરી છે, તેવી જ રીતે સંપૂર્ણ બહુમતીથી ભાજપ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા જીતીશે. જ્યારે કોંગ્રેસમાંથી આવેલા અરેરાના ડેપ્યુટી સરપંચ અને કોંગ્રેસના ખજાનચી કિરણસિંહ જણાવે છે કે દેશનો વિકાસ જોઈ સાથે દેશના પ્રગતિશીલ પંથ જોઈ અમે ભાજપના ખેસ પહેર્યો છે.

લોકસભાની ચૂંટણી પહેલા છોટુ વસાવા એકશન મોડમાં, BTP ને લઈ કરી મોટી જાહેરાત

કોંગ્રેસના ગઢમાં જ ગાબડું પાડી દીધું
મહત્વનું છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખેડા જિલ્લાની તમામ ૬ બેઠકો પર ભાજપે જીત મેળવી છે અને કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં હજી તો કોંગ્રેસ સંગઠન મજબૂત થાય, મતદાતાઓ સાથે કેવી રીતે ડોર ટુ ડોર સંપર્ક કરી શકાય એની ચર્ચા કરે છે. ત્યાં તો ભાજપ કોંગ્રેસથી ૧ કદમ આગળ વિચારી કોંગ્રેસના જ ગઢમાં ગાબડું પડી દીધું, અને કોંગ્રેસની બેઠક યોજાયાના ૨૪ કલાકમાં તો કોંગ્રેસનાં જ ૩૦૦ થી ૪૦૦ કાર્યકરોએ હાથ નો સાથ છોડી ભાજપ નો કેસરિયો ધારણ કરી લીધો. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચટણી માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કેવો જંગ જામશે તે જોવું રસપ્રદ બની રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT