અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક મુસાફરો માટે નવો પીકઅપ ઝોન તૈયાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુસાફરો માટે નવું નજરાણું બન્યું છે. હાલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં આવ્યું છે. એરપોર્ટ પર એક નવો અરાઈવલ પીક અપ ઝોન કાર્યરત કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટને ગુજરાતના ભવ્યાતિભવ્ય પ્રવેશ દ્વાર બનાવવાની સાથે નવતર સુવિધાઓ શરૂ કરી દેવામાં આવી છે.

પીકઅપ ઝોનમાં 4 લેન
હાલમાં અમદાવાદ એરપોર્ટને મેઈન્ટેન કરવાની કામગીરી અદાણી ગ્રુપ સંભાળી રહ્યું છે. દરમિયાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક મુસાફરો માટે નવો પીક અપ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર નવતર સેવાઓ આપવા સહિતનની સુવિધાઓને લઈને હાલમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે નવા પીક અપ ઝોનમાં 4 લેન રાખવામાં આવી છે જેમાં ખાનગી કાર અને બીઆરટીએસ બસ દ્વારા સીમલેસ પીક અપ સાથે રાહદારીઓની અવરજવરમાં સુવીધા રહેશે તેવો દાવો કરાયો છે.

પરીક્ષાર્થીઓના આંદોલનની કલ્પનામાત્રથી ધ્રુજી સરકારઃ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર મોટી ફોર્સ ઉતારી

ટી-1 ખાતે નવા ફોર કોર્ટ
હાલની વાત કરીએ તો એરપોર્ટ પર ટર્મીનલ 1માં નિર્માણાધીન અરાઈવલ માટે નવા ફોર કોર્ટને શરૂ કરવાનું કામ પણ પુર જોશમાં ચાલી રહ્યું છે. ફોર કોર્ટ ખુલ્યા પછી F&B, રિટેલ, રિલેક્સિંગ આઉટલેટ્સ સાથે આકર્ષણનું કેન્દ્ર બનશે. આગામી મહિનાઓમાં આ વિસ્તારમાં બીજી નવતર સુવિધાઓ પણ ઊભી થશે.

ADVERTISEMENT

(ઈનપુટઃ ગોપી ઘાંઘર,અમદાવાદ)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT