ભૂપેન્દ્ર પટેલની અદ્યક્ષતામાં કેબિનેટ બેઠકઃ ખેડૂતોને માવઠાના નુકસાનના વળતર અંગે થઈ શકે છે નિર્ણય
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઠેરઠેર વરસાદ અને કરા પડ્યા હતા. જેના કારણે ઘણા ખેડૂતોને તો લણવાના સમયે જ પાકનું નુકસાન આવ્યું હતું જ્યારે ઘણા…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઠેરઠેર વરસાદ અને કરા પડ્યા હતા. જેના કારણે ઘણા ખેડૂતોને તો લણવાના સમયે જ પાકનું નુકસાન આવ્યું હતું જ્યારે ઘણા ખેડૂતોએ પાક લણીને બજારમાં વેચવા જાય તે પહેલા જ પાક પાણી અને શોર્ટ સર્કિટ જેવા બનાવોમાં ખાખ થઈ ગયો હતો. આવા અઢળક ખેડૂતો છે જેમણે હાલમાં થયેલા વરસાદમાં નાનું-મોટું નુકસાન ભોગવ્યું છે. ગુજરાત સરકાર પાસેથી લાંબા સમયથી ખેડૂતો નુકસાનના વળતરની માગ કરી રહ્યા છે. દરમિયાનમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી રહી છે ત્યારે આ બેઠક પર ખેડૂતોની ખાસ નજર ઠરી છે.
મનરેગાના કામોથી ગ્રામજનો આકરા પાણીએ, મહિસાગર DDOને કરી લેખિત રજૂઆત
કોરોના અને ડમીકાંડ અંગે સમિક્ષા
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અદ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી છે ત્યારે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદને લઈને થયેલા નુકસાન સામે વળતર આપવા મામલે આખરી નિર્ણય થઈ શકે છે તેવી જાણકારીઓ સામે આવી છે. આ તરફ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ તથા તેના સમાપનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા કાર્યક્રમ અંગે સમિક્ષા થશે. સાથે જ ગરમી વધવાના કારણે ગુજરાતને જરૂરી પીવાના પાણીના આયોજનની પણ સમિક્ષા કરવામાં આવશે. જોકે હાલમાં સળગતી અને ગંભીર બાબતો પર પણ ચર્ચાઓ થશે. આ બેઠકમાં ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ સંદર્ભે અને ભાવનગરમાં ચાલી રહેલા ડમીકાંડ મામલામાં પણ સમિક્ષા કરવામાં આવશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT